બહેરીનમાં ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયનની 146મી બેઠકમાં ભારતના પ્રતિનિધિ નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ સસ્મિત પાત્રાએ પાકિસ્તાનને આડે હાથ તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનનું આ મંચ પર જમ્મુ-કાશ્મીર વિશે બોલવાનું સ્વીકારીશું નહીં.
પાત્રાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરવા માટે આ જ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી. જમ્મુ-કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. કોઈપણ દેશ દ્વારા કરવામાં આવતી રેટરિક અને પ્રચાર દ્વારા આને નકારી શકાય નહીં.
સસ્મિત પાત્રાએ એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનને ભારતના આંતરિક મામલાઓ પર બોલવાનો કોઈ જ અધિકાર નથી. અમે સતત કહ્યું છે કે તેઓએ ગેરકાયદેસર અને બળજબરી પૂર્વક કબજે કરેલાં ભારતીય વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવો જોઈએ.
ભારતે આજે બહેરીનમાં 146મી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ) એસેમ્બલીમાં પાકિસ્તાનની ટીકા કરી હતી. એસેમ્બલીમાં પાકિસ્તાનના ભાષણ દરમિયાન પાકિસ્તાને પોતાની આદતમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે જવાબના અધિકાર (RoR) દ્વારા IPU પર પાકિસ્તાનની ટીકા કરી હતી.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે કહ્યું કે જે દેશ સરહદ પારથી આતંકવાદી કૃત્યો કરવા માટે જાણીતો છે અથવા જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ કરવા માટે જવાબદાર છે તે દેશ માનવ અધિકારની મોટી મોટી વાતો કરે છે તે વિડંબના છે. હું ફરીથી કહેવા માંગુ છું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર વિશે વાત કરવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે.