છતરપુરઃ બાગેશ્વર ધામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અહીંના મહાયજ્ઞની બાબત પણ ચારેબાજુ ચર્ચમાં છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંના પીઠાધીશ બાગેશ્વર બાબાએ ચાર વેદની સાક્ષીએ હિંદુ રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે મધ્ય પ્રદેશના છતરપુરમાં બાગેશ્વર સરકારે એક યજ્ઞનું આયોજન કર્યું છે, જે સાત દિવસ સુધી ચાલશે. અહીંના મહાયજ્ઞમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિંદુસ્તાનને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
ચાર વેદની સાક્ષીએ તેમને હિંદુ રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાગેશ્વર ધામમાં હિંદુત્વનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન શરુ થયું છે. અત્યારે અહીંના ધામમાં હજારો લોકો હાજર છે. 19મી ફેબ્રુઆરી સુધી છતરપુરના ગઢા ગામમાં સંતોના સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પણ અહીં આવ્યા હતા. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચોહાન પણ અઢારમી ફેબ્રુઆરીના બાગેશ્વર ધામમાં દર્શન કરવા જઈ શકે છે. અહીંના મેળામાં દેશના દરેક રાજ્યમાંથી સંત, બાબા બાગેશ્વર ધામ જશે અને અહીંના મંચ પરથી હિંદુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કરવામાં આવશે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને પણ સોમવારે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા તથા એના પૂર્વે મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી ત્યાં પહોંચ્યા હતા અને તેમને કહ્યું હતું કે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પોતાના દીકરા જેવા ગણાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી એક તપસ્વી અને અલૌકિક છે. અહીં એ જણાવવાનું કે આજથી (13મી ફેબ્રુઆરીથી) 19મી ફેબ્રુઆરી સુધી મહાકુંભનું આયોજન થસે, જ્યાં દેશના લાખો હિંદુ ભક્તો પધારશે. અહીંના સાત દિવસના મહાયજ્ઞમાં 18મી ફેબ્રુઆરીએ 121 છોકરીના લગ્ન કરાવવામાં આવશે. બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી કૃષ્ણ અને બાગેશ્વર ધામમાં શ્રદ્ધા રાખનારા ફક્ત સત્તાધારી પક્ષના નેતા નથી, પરંતુ વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓનો યાદીમાં સમાવેશ થાય છે, જ્યારે બાબાના આશીર્વાદ મેળવનારીની યાદી મોટી છે એટલી જ તેમની ટીકા કરનારાની સંખ્યા વધારે છે.