ફિલ્મ જગતમાંથી આવ્યા માઠા સમાચાર, આ અભિનેતા મૃત મળી આવ્યા

ફિલ્મી ફંડા

તાજેતરમાં જ ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈના કલાકાર દિપેશ ભાનનું 41 વર્ષની આયુમા નિધન થઇ ગયા હોવાના સમાચારે લોકોને સ્તબ્ધ કરી મૂક્યા હતા. એવામાં જ અન્ય એક અભિનેતાના નિધનના સમાચાર જાણવા મળ્યા છે. 37 વર્ષની આયુમાં તેમનું નિધન થયું છે.
મળતી માહિતી મુજબ કેરળના યુવાન અભિનેતા શરથ ચંદ્રનનું શુક્રવારે 37 વર્ષની વયે નિધન થયું હતું. તેમની ફિલ્મ ‘અંગમાલી ડાયરીઝ’ ના તેમના રોલ માટે જાણીતા છે. તેઓ મલયાલમ ભાષાના અભિનેતા હતા.
કોચીના વતની શરતચંદ્ર અગાઉ આઇટી ફર્મમાં કામ કરતા હતા. તેમણે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.
અભિનેતા શરથ ચંદ્રનનું મૃત્યુ કેવી રીતે થયું એ હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આ સમાચારથી સિનેમાજગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ઘણા કલાકારોએ અને ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધનીય છએ કે 2022નું વર્ષ ફિલ્મ જગત માટે ઘણું ખરાબ રહ્યું છે. આ વર્ષમાં અનેક દિગ્ગજ સિતારાઓએ દુનિયાને અલવિદા કરી દીધું છે. તા મંગેશકર, દીપેશ ભાન, બપ્પી લહેરી, અને સિંગર કેકે જેવા સ્ટાર્સના નિધનથી લોકોને ભારે આઘાત લાગ્યો છે, ત્યારે શરથ ચંદ્રનની અકાળે વિદાયે ચાહકોને શોકમાં ગરકાવ કરી દીધા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.