બોલિવૂડનો જાણીતો અભિનેતા, લેખક અને ગાયક ફરહાન અખ્તર તાજેતરમાં તેની પત્ની શિબાની દાંડેકર સાથે લગ્નની પ્રથમ વર્ષગાંઠને કારણે ચર્ચામાં છે. અભિનેતાએ તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર ચાહકો સાથે એક તસવીર શેર કરીને શિબાની માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ફરહાને એક એવી પોસ્ટ કરી છે, જે તેના ચાહકોનું દિલ તોડી શકે છે. આ પોસ્ટ ફરહાને તેના ઑસ્ટ્રેલિયન ચાહકોને સંબોધિત કરતા શેર કરી છે.
ફરહાન અખ્તરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આગામી ઓસ્ટ્રેલિયન પ્રવાસને લઈને એક જાહેરાત કરી છે. આ પોસ્ટમાં, ફરહાન અખ્તરે ચાહકો સાથે આ મહિને તેના બેન્ડના ઓસ્ટ્રેલિયા પ્રવાસને રદ કરવાની માહિતી આપી હતી. અભિનેતાએ લખ્યું છે કે કેટલાક અણધાર્યા સંજોગોને કારણે આ મહિનાનો તેમનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અભિનેતાએ પણ અચાનક બદલાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. ફરહાન અખ્તરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘ઓસ્ટ્રેલિયામાં મારા ચાહકોને જાણ કરવા માટે છે કે, અણધાર્યા સંજોગોને કારણે અમારા બેન્ડ ફરહાન લાઈવને તેમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રદ કરવો પડ્યો છે. અમે આવતા સપ્તાહના અંતે સિડની અને મેલબોર્નની મુસાફરી કરી શકીશું નહીં. હું આ બાબતથી ખરેખર નિરાશ છું. જોકે, હું ટૂંક સમયમાં તમારા સુંદર દેશમાં આવવા અને તમારા માટે લાઇવ પર્ફોર્મન્સ કરવા આતુર છું.
ફરહાનની કોન્સર્ટ રદ થવાના સમાચાર મળતા તેના ઑસ્ટ્રેલિયન ફેન્સ ઘણા જ નિરાશ થઇ ગયા છે.
ફરહાન અખ્તરના ઓસ્ટ્રેલિયન ચાહકો માટે ખરાબ સમાચાર, અભિનેતાની કોન્સર્ટ રદ થઇ
RELATED ARTICLES