વેબ સિરીઝ આશ્રમથી ઈન્ટરનેટ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બનાવનારી ત્રિધા ચૌધરીએ ગ્લેમર વર્લ્ડમાં રાતોરાત નામ કમાવી રહી છે. સ્ટાર પ્લસની ધારાવાહિક ‘દહલીજ’ની સાથે ટેલિવિઝન ક્ષેત્રે શરુઆત કરી હતી ત્યારબાદ તેને બાંગ્લા, તેલુગુ અને તમિલ સહિત અનેક ભાષામાં ફિલ્મો કરી છે. તાજેતરમાં બોલીવૂડની ફિલ્મમાં શમશેરામાં જોવા મળી હતી, પરંતુ તેની સાચી ઓળખ તો એમએક્સ પ્લેયર પર આવેલી વેબ સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળી હતી.
આશ્રમ વેબસિરીઝમાં બોબી દેઓલ સાથેના ઈન્ટીમેટ સીનને કારણે ચર્ચામાં આવી હતી, ત્યારબાદ ત્રિઘા પોતાની વ્યક્તિગત લાઈફને પણ શેર કરે છે, જ્યારે સિઝલિંગ ફોટોગ્રાફ, વીડિયોઝ શેર કરીને નામ કમાવી રહી છે. તાજેતરમાં ત્રિઘા ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમર લૂકમાં જોવા મળી છે, તેનાથી તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.
બ્લુ કલરના સ્વિમસૂટમાં પાણીની અંદર ત્રિઘા તરતી જોવા મળે છે જાણે જલપરી. ત્રિઘાના અંડરવોટર વીડિયોની સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ પડ્યો છે. એના અગાઉ બ્લેક કલરના સેમી ટ્રાન્સપરન્ટ આઉટફીટમાં ત્રિઘા જોરદાર ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી અને તેના બોલ્ડ અંદાજની સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર તારીફ કરી હતી.