Homeદેશ વિદેશઆ પંજાબી સિંગરને મળી જાનથી મારી નાંખવાની ધમકી

આ પંજાબી સિંગરને મળી જાનથી મારી નાંખવાની ધમકી

લોકપ્રિય પંજાબી ગાયક બબ્બુ માનને રાજ્યના કુખ્યાત ગેંગ્સટર બંબીહા ગ્રૂપ તરફથી ડેથ થ્રેટ મળી હોવાનું પંજાબ પોલીસે જણાવ્યું હતું. મોહાલી પોલીસને ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક બબ્બુ માનના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, એવું સૂત્રોએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ સિંગરને ફોન પર જીવથી મારી નાંખવાની ધમકી મળી હતી, જે બાદ બબ્બૂ માને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
47 વર્ષીય બબ્બૂ માનનું સાચું નામ તેજિંદર સિંહ માન છે. ફતેહગઢ સાહિબ જિલ્લામાં જન્મેલા માને 1998માં સજ્જન રૂમાલ દે ગયા નામના આલ્બમથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું, જે બાદ તેના ઘણા ગીતો લોકપ્રિય થયા હતાં.

RELATED ARTICLES

Most Popular