જય હો બાબા બર્ફાની કી! J&Kના લેફ્ટ.ગવર્નર મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે આપ્યું ગ્રીન સિગ્નલ, શ્રદ્ધાળુઓનો પહેલી બેચ રવાના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે સવારે જમ્મુ શહેરના ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે યાત્રિકોની પ્રથમ બેચને કાશ્મીરમાં પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પની આગળની યાત્રા માટે લીલી ઝંડી આપી હતી.

અમરનાથ ગુફા મંદિરની 43-દિવસીય યાત્રા ગુરુવારે કાશ્મીરના ટ્વીન બેઝ કેમ્પથી શરૂ થશે અને રક્ષાબંધનના અવસરે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે કોવિડ રોગચાળાને કારણે બે વર્ષ પછી વાર્ષિક અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

‘બમ બમ ભોલે’ અને ‘જય બર્ફાની બાબા કી’ ના નારાઓ સાથે તીર્થયાત્રીઓ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વાહનોના કાફલામાં અહીં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયા હતા.

જમ્મુના મેયર શ્રી ચંદર મોહન ગુપ્તા, ભાજપના નેતા શ્રી દેવેન્દ્ર રાણા અને મુખ્ય સચિવ ડૉ. શ્રી અરુણ કુમાર મહેતા સહિતના રાજકીય નેતાઓ અને અધિકારીઓ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે યાત્રાળુઓને તેમની અમરનાથ યાત્રા પર લઈ જતી બસો અને અન્ય વાહનોના કાફલાને લીલી ઝંડી આપી હતી. જમ્મુના મેયર શ્રી ચંદર મોહન ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “તીર્થયાત્રાની શરૂઆત જમ્મુથી કરવામાં આવી છે. L-G દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવેલો કાફલો અહીંથી કાશ્મીર માટે રવાના થયો છે.” તેમણે કહ્યું કે યાત્રાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.