આઝાદીના 75 માં વર્ષમાં પહોંચતા, આપણે હવે વાસ્તવિક આઝાદીનો સ્વાદ ચાખી રહ્યા છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ છે. 21 મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. સ્વતંત્રતાનો તહેવાર કોઈ ચોક્કસ જાતિ, ધર્મ કે રાજ્ય માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે મહત્વપૂર્ણ છે. અમૃત મહોત્સવ એ રાષ્ટ્રીય તહેવાર છે. દેશ ગર્વની આ ક્ષણોનું ઝળહળ રોશનીથી સ્વાગત કરે છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ લોકોમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનો જોશ જોવા મળી રહ્યો છે. રાજ્યની અનેક ઇમારતોને તિરંગા રોશનીથી સજાવવામાં આવી છે. હર એક ઇમારત, ઘર પર તિરંગો લહેરાઇ રહ્યો છે. ખુશી, આનંદ, ઉલ્લાસનો પ્રસંગ છે અને દેશવાસીઓ દેશપ્રેમના રંગે રંગાઇ રહ્યા છે ત્યારે આ ગીત ખાસ યાદ આવે છે.
યે દુનિયા એક દુલ્હન
દુલ્હન કે માથે કી બિંદિયા
યે મેરા ઇન્ડિયા… આય લવ માય ઇન્ડિયા…

Google search engine