Homeટોપ ન્યૂઝઆયુષી હત્યાકાંડ પ્રકરણે થયો મોટો ખુલાસો! માતા-પિતા જ નિકળ્યા દીકરીના હત્યારા

આયુષી હત્યાકાંડ પ્રકરણે થયો મોટો ખુલાસો! માતા-પિતા જ નિકળ્યા દીકરીના હત્યારા

આયુષી હત્યાકાંડ મામલે પોલીસે યુવતીના માતા-પિતાની ધરપકડ કરી છે. લાંબી પુછપરછ બાદ કહેવાઈ રહ્યું છે કે બે કારણોને લીધે આયુષીની નિર્મમ હત્યા કરી નાંખી છે. એક કારણ એ છે કે આયુષીએ ધરમાં કોઈને કહ્યા વગર બીજી જાતિના યુવક સાથે લગ્ન કર્યા હતાં અને બીજું કારણ એ છે કે દીકરી ઘણા દિવસોથી ઘરેથી દૂર રહેતી હોવાથી પિતા-પુત્રી આમને આમને સામને આવી ગયા અને ગુસ્સો વધી જતાં દીકરીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી. પોલીસે આ મામલે આયુષીના પિતાની સાથે તેની માતાની પણ ધરપકડ કરી હતી.
18 નવેમ્બરના રોજ યમુના એક્સપ્રેસ વે પર આયુષીનો મૃતદેહ લાલ રંગની ટ્રોલીમાં મળ્યો હતો. યુવતીને ગોળી મારીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને પ્લાસ્ટિક બેગમાં બંધ કરી નાંખ્યો હતો. આ બેગમાં લાલ રંગની બે સાડી પણ રાખેલી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે 21 વર્ષની આયુષી યાદવની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસની શરૂઆતમાં આયુષીના પિતા નિતેશ યાદવને પોલીસ કસ્ટડીમાં લીધા હતાં હવે તેની માતાને પણ અરેસ્ટ કરવામાં આવી છે.
પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આયુષી કોઈને કહ્યા વગર ધરેથી નીકળી ગઈ હતી અને પાછી આવી તો નિતેશ યાદવે આવેશમાં આવીને પોતાની જ દીકરીને ગોળી મારી હતી અને રાત્રે દીકરીના મૃતદેહને ઠેકાણે પાડવાની યોજના ઘડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular