નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિર પર આતંકવાદી હુમલો થઈ શકે છે એવી માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીને મળી છે. આત્મઘાતી બોમ્બના માધ્યમથી રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવવામાં આવી રહી હોવાનું ગુપ્તચર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે. જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાશે એવી માહિતી મળી રહી છે. આંતવાદીઓ નેપાળ માર્ગે ભારતમાં પ્રવેશીને આ હુમલાને અંજામ સુધી પહોંચાડશે એવી માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે.
દરમિયાન સુરક્ષાયંત્રણાની માહિતી બાદ અયોધ્યામાં સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરવામાં આવ્યો છે. આગામી 26મી જાન્યુઆરીના અયોધ્યા સહિત દિલ્હી અને પંજામાં આઈડી દ્વારા ધડાકા કરી શકાય એવી માહિતી પણ એજન્સીને મળી છે.
અયોધ્યમાં બંધાઈ રહેલાં રામ મંદિરનું કામ હાલમાં યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હોઈ મંદિરનું 50 ટકા કામ પૂરું થઈ ગયું છે અને આ વર્ષના અંત સુધીમાં મંદિરનું કામ પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમ જ નવા વર્ષે લોકો માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે, એવું કહેવાઈ રહ્યું છે.
પરંતુ જૈશ દ્વારા હુમલાની પ્લાનિંગ કરવામાં આવી હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. આ માહિતીને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારે ટાઈટ કરવામાં આવી છે.
દિલ્હી બાદ હવે અહીં આંતકવાદી હુમલો કરવાની મળી ધમકી???
RELATED ARTICLES