Homeફિલ્મી ફંડાBrahmastra 2 માં દેખાશે KGFના રોકી ભાઈ?

Brahmastra 2 માં દેખાશે KGFના રોકી ભાઈ?

દિગ્દર્શક અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે ફિલ્મની સિક્વલ ચર્ચાનું કારણ બની છે. ફિલ્મના બીજા ભાગમાં શિવાનો સામનો દેવ સાથે થશે ત્યારે બીજા ભાગમાં દેવનું પાત્ર કોણ ભજવશે એ અંગે ચર્ચા થઈ રહી છે. ફિલ્મી કાનાફૂસી અનુસાર દેવના પાત્ર માટે રણવીર સિંહ, રિતિક રોશન અને સાઉથના સ્ટાર યશનું નામ ચર્ચાનું કારણ બની રહ્યું છે.
આ અંગે અયાન મુખર્જીએ જણાવ્યું હતું કે યશ સાથે હજુ સંપર્ક કરવામાં આવ્યો નથી. મેં સૌથી વધુ રણવીર સિંહના નામની અફવાઓ સાંભળી છે.
નોંધનીય છે કે અયાન મુખર્જીએ દેવના પાત્ર અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી.

RELATED ARTICLES

Most Popular