આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર-પાર્ટ વન બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. મળતી માહિતી અનુસાર ફિલ્મે 230 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જીએ મોટી અપડેટ આપી છે. અયાને જણાવ્યું છે કે, બ્રહ્માસ્ત્રના પહેલા પાર્ટમાં શિવા અને ઈશા એટલેકે રણબીર-આલિયાની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં આ બતાવવામાં આવ્યું છે કે કેવીરીતે શિવાને પ્રેમ દ્વારા પોતાની તાકાતનો અહેસાસ થાય છે. તો બીજો પાર્ટ દેવના સંઘર્ષની આજુબાજુ બનાવવામાં આવશે. ફિલ્મમાં દેવનો સંઘર્ષ ઘણો ડાર્ક થવાનો છે. જેની કહાની ખૂબ જ રસપ્રદ રહેશે.

Google search engine