Homeટોપ ન્યૂઝબોલો હવે 14મી ફેબ્રુઆરીના દિવસે આ દિવસ સેલિબ્રેટ કરવાની AWBIની માગણી

બોલો હવે 14મી ફેબ્રુઆરીના દિવસે આ દિવસ સેલિબ્રેટ કરવાની AWBIની માગણી

નવી દિલ્હીઃ દુનિયાભરમાં 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે અને વેલેન્ટાઈન વીકની શરુઆત થઈ ગઈ છે ત્યારે બજારમાં પણ જોરશોરથી આ દિવસ ઉજવવાની તૈયારીઓ દેખાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ 14મી જાન્યુઆરીના કાઉ હગ ડે તરીકે ઊજવવાની માગણી કરી છે. આ દિવસે લોકો ગાયને આલિંગન આપીને તેના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે એવો હેતુ આ માગણી પાછળ છે.
એડબ્લ્યુબીઆઈએ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડેના દિવસને બદલે કાઉ હગ ડે ઉજવવાની માગણી કરી છે. એડબ્લ્યુબીઆઈ દ્વારા લખવામાં આવેલા પત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આપણને બધાને જ ખબર છે કે ગાય એ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. પશ્ચિમી સંસ્કૃતિના ઝગમગાટ વચ્ચે આપણી સંસ્કૃતિ અને વારસાને આપણે ભૂલી ગયા છીએ. ગાયને આલિંગન આપવાથી લાગણીઓમાં ઉછાળો આવે છે અને એટલે જ ગાયને પ્રેમ કરનારા લોકોએ 14મી ફેબ્રુઆરીના દિવસે કાઉ હગ ડે સેલિબ્રેટ કરવો જોઈએ. એટલું જ નહીં આ દિવસે ગાયને પોતાની માતા સમજવી જોઈએ એવું પણ આ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

ગાય એ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો એક ભાગ છે અને તે જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનારી માતાની જેમ જ પોષણ આપવાના સ્વભાવને કારણે જ ગાયને લોકો કામધેનુ કે ગૌમાતા તરીકે પણ ઓળખે છે, એવું એડબ્લ્યુબીઆઈ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular