બ્લીચ કરેલા મેંદાના લોટથી બચા
આહારથી આરોગ્ય સુધી-ડૉ. હર્ષા છાડવા
આધુનિક જીવનશૈલીના કારણે લોકોની ખાવાપીવાની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. પહેલાના સમયમાં જેવી રીતે શાક દાળ જેવી પોષ્ટિક વસ્તુઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતાં તેવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી ગયું છે. લોકો પીઝા, બર્ગર, સેન્ડવીચ, બ્રેડ, બિસ્કીટ, કેક, બ્રાઉની જેવી વસ્તુઓનો ઉપયોગ ભોજન તરીકે કરવા લાગ્યા છે. સવારના નાસ્તામાં પરોઠા ભાખરીના બદલે બ્રેડ-બટર ખાવા લાગ્યા છે.
સ્વાદિષ્ટ અને ઝડપથી મળી જતી આ વસ્તુઓ જીભનો સ્વાદ તો જાળવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘાતક અને હાનિકારક સાબીત થાય છે. આ બધી વસ્તુઓમાં મેંદાનો કે રીફાઈન્ડ બ્લીચ ફ્લોરનો ઉપયોગ થાય છે. મેંદાના લોટથી બનતી અન્ય ઘણી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય તો ખરાબ થાય છે સાથે સાથે ઘણી બિમારીઓ આમાં વપરાતા ઘાતક રસાયણોથી થાય છે.
મેંદાનો લોટ બનાવવા માટે ઘઉંની ઉપરનો ભાગ દૂર કરી દેવામાં આવે છે. ત્યાર બાદ ઘઉંનો સફેદ ભાગને ઝીણો પીસવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઘઉંના પોષક તત્વોનો નાશ થઈ જાય છે કારણ તેમાં રસાયણો વપરાય છે. તેથી તેમાં કોઈપણ જાતની પોષક તત્વ નથી જે શરીરને માટે જરૂરી છે અને કેલરીનું પ્રમાણ ખૂબ જ ઊંચુ છે.
મેંદો બનાવવા માટે અને ટકાવવા માટે વપરાતા કેમીકલ એસકોર બીક એસિડ – ૨૦૦ ઙ.ઙ.ખ.
પોટેશ્યિમ બોમેટ – ૨૦ ઙ.ઙ.ખ.
બેન્ઝોઈક પેરોઓક્સાઈડ – ૪૦ ઙ.ઙ.ખ.
તેમ જ એલોક્સીન, બેન્ઝોઈક પેરોકસાઈડ, ક્લોરિન ઓક્સાઈડ, પીઆઈએલ વેદરણ્યમના રાજેન્દ્રન ઈચ્છતા હતા કે કોર્ટ સત્તાવાળાઓને એલોક્સીનથી ભરપૂર આ સફેદ લોટ એટલે કે મેંદાના ઉત્પાદન માર્કેટિંગ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તેમની રજૂઆત પર પગલાં લેવાની નિર્દેશ આપી. ઘણા દેશોએ ક્લોરિન ઓક્સાઈડ અને બેન્ઝોઈક પેરોક્સાઈડ સહિતના કેટલાક રસાયણો પર પ્રતિબંધ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ બ્લીચ ફ્લોરથી તેમાં કોઈ પોષક મૂલ્યો નથી આ ફક્ત “સફેદ મૃત્યુ છે.
મેંદાથી પેનિક્રિયાઝના બીટા સેલ નાશ પામે છે. આનું કારણ મેંદામાં વપરાતા પ્રોટેશ્યિમ બ્રોમેટ છે. ૧૯૯૪માં કેનેડા, યુરોપ, યુ.કે. આના પર પ્રતિબંધ મૂક્યો છે.
ડાયટરી ફાઈબરના અભાવને કારણે મેંદા બહુ જ ચીકણો અને બારીક થઈ જાય છે તેથી આંતરડામાં ચોંટી જાય છે અને કબજીયાતની સમસ્યા થાય છે. તેમજ અપચનની સમસ્યા થાય છે.
અધિક માત્રામાં સ્ટાર્ચને કારણે વજન વધવાની શક્યતા વધી જાય અને ધીમે ધીમે કોલસ્ટ્રોલ અને લોહીમાં ટ્રાયગ્લીસરાઈડનું સ્તર વધી જાય છે તેથી હૃદયની બિમારી થાય છે.
મેંદાની બ્રેડને કારણે સુગર લેવલ ખૂબ જ ઝડપી વધી જાય છે. તેથી લોહીમાં ગ્લૂકોઝ જામવા માંડે છે. કેમિકલ રીએક્શન પેદા થાય છે. તેથી આંખમાં મોતિયો થાય છે.
મેંદો બનાવવાની પ્રક્રિયા રસાયણયુક્ત હોવાથી તેનું પ્રોટીન નષ્ટ થઈ જાય છે. જેના કારણે એસીડીક બની જાય છે તેથી હાડકામાંથી કેલ્શિયમ ખેચાઈ જાય છે અને હાડકા કમજોર બની જાય છે.
વિશેષસો ના અનુસાર મેંદો એલોક્સનની માત્રા વધુ હોય છે. આ યોગિક જે મધુમેહને પ્રેરિત કરે છે. આ સાબિત થઈ ચૂક્યું છે કે મેંદામાં ઉચ્ચ ગ્લાઈસેમિક ઇંડેક્સ હોય છે. જે રક્તમાં શર્કરાને વધુ છોડે છે. આ મેંદોના ઉપયોગ નિયમિત કરવાથી સોજા અને ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે. ભૂખને વધુ ઉત્તેજીત કરે છે અને વધુ ખાવાથી વજનમાં વધારો થાય છે.
મેંદામાં વપરાતો સોડિયમ મેટાબાઈ સલ્ફેટ અને બેન્ઝોઈક એસિડ આ ઘાતક રસાયણના લીધે ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે ખતરનાક થઈ શકે છે. વિટામી અને ખનિજ જેવા બધા જ પોષક તત્વોનો નાશ થઈ જતા આંતરડાના કેન્સરનું કારણ બને છે.
આમ આપણાં આહારમાં કે નાસ્તામાં મેંદા ઉપયોગ બંધ કરવો જરૂરી છે. સામાન્ય રીતે સમોસા, પૂરી, ઘૂઘરા, કચોરી, જલેબી, બાલુશાહી, ઘારી બનાવવા માટે પણ મેંદાના ઉપયોગ થાય છે.
આપણી દાદી અને નાનીઓ જે મેંદો બનાવતી તે જ યોગ્ય છે. જે ઘઉંના લોટને ઝીણા મલમલ જેવા કપડાથી ચાળીને ઝીણો લોટ કાઢવામાં આવે છે. મહેનત જરૂર છે પણ તે જ યોગ્ય છે. ઉ