Homeટોપ ન્યૂઝજ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ

જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત થયા છે. સિંધિયાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું હતું કે, હું તમને બધાને જણાવવા માંગુ છું કે ડોક્ટરોની સલાહ પર કરવામાં આવેલી કોવિડ-19ની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જાઓ અને તમારી તપાસ કરાવો.

“>જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે બીજેપીના સ્ટેટ કોર ગ્રૂપની બેઠકમાં સામેલ થયા હતા, પરંતુ અચાનક સ્વાસ્થ્યના કારણોસર થોડા સમય બાદ તેમણે બેઠક છોડી દીધી હતી. બીજેપી અધિકારીઓએ કહ્યું હતું કે સિંધિયા તાવથી પીડિત છે. જોકે, તેમની બેઠકમાંથી વિદાયને લઈને ઘણી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. હવે કેન્દ્રીય પ્રધાને ખુદ ટ્વીટ કરીને કોરાના સંક્રમિત થવાની માહિતી આપી ચર્ચાઓ શાંત કરી દીધી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રાલયનો હવાલો સંભાળે છે.

RELATED ARTICLES

Most Popular