ક્રિસમસના પર્વ નિમિત્તે પશ્ચિમી દેશોમાં હોલીવૂડની મેગા બજેટ ફિલ્મો રિલીઝ થતી હોય છે, જે દુનિયાભરમાં ધુમ મચાવે છે. આ જ ફિલ્મોમાંની એક છે Avatar-The Way of Water. આ ફિલ્મ અવતારની સિક્વલ છે. ફિલ્મના પહેલા ભાગે ઓસ્કર સહિત ઘણા એવોર્ડ જીત્યા હતાં અને બોક્સઓફિસ પર પણ ઘણા રેકોર્ડ તોડ્યા હતાં. આ ફિલ્મ બાદ ચાહકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. ચાહકોનો ઈંતેજાર હવે ખતમ ખઈ ચૂક્યો છે અને ફિલ્મ 16મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ફિલ્મ રિલીઝ થયા પહેલા જ ઘણા શો હાઉસફુલ થઈ ચૂક્યા છે. ફક્ત ત્રણ દિવસમાં 15,000 ટિકિટ વેચાઈ ગઈ છે.
અવતાર ફિલ્મના બીજા ભાગ Avatar-The Way of Waterને ભારતમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવી રહી છે. હોલીવૂડની આ ફિલ્મ છ ભાષાઓમાં રિલીઝ થશે. ઈંગ્લિશની સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓમાં પણ જોઈ શકાશે.
Avatar-The Way of Water: રિલીઝ પહેલા ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ
RELATED ARTICLES