જેમ્સ કેમરોનની ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ રવિવારે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો અને એડવાન્સ બુકિંગથી લઈને સોમવાર બપોર સુધીની ફિલ્મની કમાણી થકી ફિલ્મે આ વર્ષની ટોચની 5માં કમાણી કરી છે. હિન્દી ફિલ્મ’બ્રહ્માસ્ત્ર’ની બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે, 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા’એ 257.44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ત્યારે ‘અવતાર: ધ વે ઓફ વોટર’ના 25.12 કરોડના બીજા રવિવારના પ્રભાવશાળી કલેક્શને રવિવારે રાત્રે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મના નેટ કલેક્શનને રૂ. 252.85 કરોડ સુધી પહોંચાડ્યું. આ ફિલ્મે અત્યાર સુધીમાં અંગ્રેજીમાં રૂ. 131.55 કરોડ, હિન્દીમાં રૂ. 81.80 કરોડ, તેલુગુમાં રૂ. 22.80 કરોડ, તમિલમાં રૂ. 13.50 કરોડ અને મલયાલમમાં રૂ. 3.2 કરોડની કમાણી કરી છે. સોમવારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ રૂ. 6 કરોડને પાર કરી ગયું છે. અનુમાન અનુસાર, ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ તેની રિલીઝના બીજા સોમવારે લગભગ 12 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.