(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવેના આંબિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર રિક્ષા હંકારીને રિક્ષાવાળાએ દુ:સાહસ કર્યું હતું, પરંતુ મોટી હોનારતને આમંત્રણ આપ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આંબિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર રિક્ષા ચલાવવા અંગેનો વીડિયો બુધવારે વાઈરલ થયો હતો. આંબિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર બે ખાતે એક રિક્ષા ડ્રાઈવર ટર્ન લઈ રહ્યો હતો ત્યારે એક પ્રવાસીએ તેનો વિરોધ પણ કર્યો હતો. જોકે, ગણતરીની સેક્ધડમાં ટર્ન લઈને તે પ્લૅટફૉર્મની બહાર રિક્ષા હંકારી લઈ ગયો હતો. આરપીએફ દ્વારા ડ્રાઈવરની રિક્ષા જપ્ત કરવામાં આવ્યા પછી ટિટવાલા સેક્શનમાં કેસ નોંધ્યો હતો.

 

YouTube player

 

ડ્રાઈવરના બેદરકારી ભર્યા પગલાંને કારણે રેલવે એક્ટ ૧૫૩ અને ૧૪૬ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવનો વીડિયો વાઈરલ થયા પછી પ્રવાસીઓએ તેના અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે આ મુદ્દે રેલવે પ્રશાસન દ્વારા સંબંધિત ઑટોરિક્ષા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, એમ આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું.

પ્લૅટફૉર્મ પર રિક્ષા હંકારવાનું સૌથી વધારે જોખમી છે. એટલું જ નહીં, મોટી હોનારતનું નિર્માણ થાય તો તેના માટે કોણ જવાબદાર? આ વીડિયો બુધવારે વાઈરલ થયા પછી રિક્ષા ડ્રાઈવરની લોકોએ આકરી ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિના દરમિયાન મુંબઈ-અમદાવાદ હાઈ-વે ખાતેના રોડઓવર બ્રિજ પર એક રિક્ષાચાલકે રિક્ષા હંકારીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Google search engine