મહારાષ્ટ્રના એક ખેડૂતે દૂધનો વ્યવસાય કરવા માટે રિક્ષા ખરીદી હતી અને બે-ચાર દિવસ કહીને આખો મહિનો-મહિનો રિક્ષા સર્વિસ સેન્ટરમાં રહેતી. થોડાક દિવસ થાય ને ફરી રિક્ષા બગડી જાય. રિક્ષામાં થઈ રહેલાં આ ફોલ્ટને સુધારો એવું કહીને કંટાળેલો ખેડૂત સર્વિસ સેન્ટર ગયો. પરંતુ ત્યાં પણ પોતાની સમસ્યાનો ઉકેલ મળતાં આખરે તેણે સાથે લાવેલું 300 લિટર દૂધ રસ્તા પર ફેંકી દીધું.
વાત આટલેથી જ અટકી નહીં અને આગળ રિક્ષા પર પેટ્રોલ નાખીને સર્વિસ સેન્ટરની સામે જ રિક્ષાને આગ ચાંપી દીધી હતી. આ ઘટના ઔરંબાદમાં બની હતી અને રિક્ષાને આગ લગાડનારા ખેડુતનું નામ છે પ્રસાદ પાટીલ. પાટીલ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે રિક્ષાનું સમારકામ કરવાના નામે બસ એની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા.
મળી રહેલી માબિતી અનુસાર પ્રસાદ દુધનો વ્યવસાય કરે છે અને દૂધ પહોંચાડવા માટે બે વર્ષ પહેલાં પોણાત્રણ લાખ રૂપિયામાં ઈ રિક્ષા ખરીદી હતી. થોડાક દિવસ સુધી તો રિક્ષા બરાબર ચાલી, પણ ત્યાર બાદ તે વારંવાર બગડવા લાગી. સમારકામ કરાવવા છતાં દર થોડા દિવસે રિક્ષા બગડી જતી.
આ બધા ઝમેલાંથી કંટાળેલા પ્રસાદ આખરે રિક્ષા લઈને સર્વિસ સેન્ટર પહોંચ્યો હતો અને તેણે સર્વિસ સેન્ટરમાં જઈને પોતાની સમસ્યા રજૂ કરી હતી. પરંતુ સમસસ્યાનું નિરાકરણ ન મળતા તેણે કંટાળીને આખરે રિક્ષામાં તેની સાથે લાવેલું ત્રણસો લિટર જેટલું દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું અને સર્વિસ સેન્ટરની સામે જ રિક્ષા પર પેટ્રોલ છાંટીને રિક્ષાને આગ લગાવી દીધી હતી અને હવે ક્યારેય ભવિષ્યમાં ફરી વખત ઈ રિક્ષા નહીં ખરીદીશ એવો નિર્ધાર પણ કરી લીધો હતો.
… અને કંટાળેલા ખેડૂતે સર્વિસ સેન્ટરની સામે જ રિક્ષાને કરી આગને હવાલે
RELATED ARTICLES