Homeટોપ ન્યૂઝઓસ્ટ્રેલિયન ક્રૂઝ શિપ પર કોરોના વિસ્ફોટ, 800 મુસાફરો કોવિડ પોઝિટિવ

ઓસ્ટ્રેલિયન ક્રૂઝ શિપ પર કોરોના વિસ્ફોટ, 800 મુસાફરો કોવિડ પોઝિટિવ

ઓસ્ટ્રેલિયાના કાર્નિવલ કંપનીના મેજેસ્ટિક પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર 800 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. આટલી મોટી સંખ્યામાં મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવતા ક્રૂઝ શિપને સિડની પર ડૉક કરી દેવામાં આવ્યું છે.
આ જહાજ 3,300 મુસાફરો અને 1,300 ક્રૂ મેમ્બરો સાથે ન્યુઝીલેન્ડથી રવાના થયું હતું. સિડની એ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ન્યુ સાઉથ વેલ્સની રાજધાની છે. અહેવાલો અનુસાર, કાર્નિવલ કંપનીએ પુષ્ટિ કરી છે કે જહાજને સિડનીમાં રોકી દેવામાં આવ્યું છે. કોવિડ મુસાફરોને જહાજ પર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. મેડિકલ સ્ટાફ તેમની સંભાળ લઈ રહ્યો છે. ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થ એજન્સી મુસાફરો અને ક્રૂ સભ્યોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે ક્રુઝ શિપ સ્ટાફ સાથે કામ કરી રહી છે.
નોંધનીય છે કે 2020માં પણ ન્યૂ સાઉથ વેલ્સમાં જ રૂબી પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર કોરોના વિસ્ફોટ થયો હતો, જેમાં 28 લોકોના મોત થયા હતા અને 900 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.
આરોગ્ય એજન્સીઓએ શિપ પર કોરોના ઝડપથી ફેલાવાની શક્યતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં જ અહેવાલ આપ્યો છે કે કોવિડ-19ના કેસો વધી રહ્યા છે અને તેના ઓમિક્રોન વેરિઅન્ટ XBBનો સમુદાય ચેપ (community transmission) જોવા મળી રહ્યો છે.

 

RELATED ARTICLES

Most Popular