શુક્રવારે લોકસભાની કાર્યવાહીના જીવંત પ્રસારણ દરમિયાન અચાનક ઓડિયો મ્યૂટ થઇ ગયો હતો. કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર એક ક્લિપ શેર કરી છે, જેમાં લોકસભામાં ઓડિયો બંધ થઈ ગયો છે. વિપક્ષી દળોએ ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય રાહુલ ગાંધીને ગૃહમાં બોલવા દેવાની માંગ કરી હતી.
વીડિયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે વિપક્ષના સાંસદો લોકસભામાં રાહુલ ગાંધીને બોલવા દેવાની માંગ કરી રહ્યા છે. એવામાં અચાનક ઓડિયો મ્યુટ થઇ જાય છે. લગભગ 20 મિનિટ સુધી ગૃહનો કોઈ અવાજ સંભળાયો ન હતો. જ્યારે સ્પીકરે બોલવાનું શરૂ કર્યું ત્યારે જ ઑડિયો પાછો આવ્યો. પહેલા તેઓ સાંસદોને ઘોંઘાટ કરવાનું બંધ કરવા કહેતા રહ્યા, પછી તેમણે ગૃહને દિવસભર માટે સ્થગિત કરી દીધું. લોકસભામાં ઓડિયો કેમ બંધ કરાયો તે અંગે સરકારે કોઈ ખુલાસો કર્યો નથી.
કોંગ્રેસે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું, “પહેલા માઈક બંધ થતું હતું, આજે ગૃહની કાર્યવાહી જ મ્યૂટ થઈ ગઈ…”
पहले माइक ऑफ होता था, आज सदन की कार्यवाही ही म्यूट करा दी।
PM मोदी के मित्र के लिए सदन म्यूट है 🔇 pic.twitter.com/EcUpCnIR3E
— Congress (@INCIndia) March 17, 2023
“>
પાર્ટીએ બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે, ” લોકસભામાં નારા લાગી રહ્યા હતા-રાહુલ જી કો બોલને દો… બોલને દો… બોલને દો… પછી ઓમ બિરલા હસ્યા અને ગૃહ મ્યુટ થઈ ગયું… આ લોકશાહી છે…?”
— Congress (@INCIndia) March 17, 2023
“>
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની વિપક્ષની માંગને દબાવવા માટે ગૃહનું માઈક જાણી જોઈને બંધ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપે નિર્ણય લીધો છે કે રાહુલ ગાંધીને સંસદમાં બોલવા દેવામાં આવશે નહીં.