યુપીના બુલડોઝર એક્શનનો બદલો લેવા વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પોલીસે પકડેલા બે આરોપીઓનો ખુલાસો

આપણું ગુજરાત

ગત ૧૨મી જુનના રોજ વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને ટ્રેક પ૨ ઇંટોનો ઢગલો કરી ઉથલાવી પાડવાનો પ્રયાસ થયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. રાજકોટ રેલવે પોલીસે આ કાવતરું ધડનાર કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતુ કે ઉત્તરપ્રદેશમાં હિંસા કરનાર વિરુદ્ધ પ્રશાસને કાર્યવાહી કરતા તેમના ઘર પર બુલડોઝર ફેરવ્યું હતું, જેનાથી રોષે ભરાઈને બદલો લેવા ટ્રેન ઉથલાવી પડવાનું કાવતરું ઘડ્યુ હતું. રેલ્વે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની માહિતી મુજબ ગત તા.12 જુનની રાત્રે ડેમુ ટ્રેન વાંકાનેરથી મોરબી જઈ રહી હતી. ત્યારે મકનસર ગામ નજીક ટ્રેનના પાઈલોટ સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર ભયજનક અવરોધ હોવાનું દેખાતા સતર્કતા દાખવી ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઈનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન ધીમેથી અથડાઇને ઊભું રહી ગયું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. બાદમાં સલીમભાઇ ટ્રેનમાંથી નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક ઉપર ઇંટોનાં ટુકડાઓનો ઢગલો જોવા મળ્યો હતો. આ બનાવ અંગે તુરંત સલીમભાઇએ રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આ ગંભીર ઘટનાને પગલે રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગુનો નોંધી કાવતરાખોરોને પકડવા તાજવિજ હાથ ધરી હતી. જેમાં રેલવે પોલીસે કાર્યવાહી કરી બે આરોપી અકબર ઉર્ફે દાઉદ મોવર મિયાણા અને લક્ષ્મણ મગન ઇશોરાની ધરપકડ કરી છે.
રેલ્વે પોલીસે આ આરોપીઓએ કોના નિર્દેશોથી આ કામ કર્યું હતું એ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.