ભરુચના જંબુસરમાં સિગારેટના પૈસા મામલે ટોળાનો દુકાનદારને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવવાનો પ્રયાસ

આપણું ગુજરાત

ભરુચ જીલ્લાના જંબુસર ખાતે સિગારેટના પૈસા આપવા મામલે બોલાચાલી થતા લઘુમતી કોમના ટોળાએ દુકાનદાર અને એક વૃદ્ધાને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. સમયસર પોલીસ કાફલો પહોંચી જતા દુર્ઘટના ટાળી હતી. આજે રથયાત્રા હોવાથી શાંતિ ડહોળાય તેવી ઘટના બનતા પોલીસ અલર્ટ થઇ ગઈ છે.
મળતી મહિતી પ્રમાણે જંબુસરના કાવી રોડ પર વિશાલ કાલીદાસ રાઠોડ એક પ્રોવિઝન સ્ટોર ચાલવે છે. ગુરુવારે રાત્રે 10.30ના અરસામાં તે દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે ગામમાં જ રહેતો માહિર નામના શખ્સે દુકાન પર આવી સિગારેટ ખરીદી હતી. વિશાલે માહિર પાસે સિગારેટના રૂપિયા માગતા માહીરે અપશબ્દો બોલ્યા હતા, જેના પગલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તકરાર વધતા માહીરે ફોન કરી 25 થી 30 લોકોને બોલાવ્યા હતા. ટોળાએ આવીને તોડફોડ કરી હતી તથા દુકાનદાર વિશાલ અને તેના ભાઈને માર માર્યો હતો. એટલું જ નહિ ટોળું સાથે બોટલમાં ભરીને જ્વલનશીલ પ્રવાહી લઇ આવ્યું હતું. વિશાલ પર છાંટી સળગાવવાનો પ્રયત્ન કરતા હત ત્યારે બાજુમાં રહેતી એક વૃદ્ધા વચ્ચે પડતા તેમને પણ સળગાવવાનો પ્રયાસ થયો હતો.
હંગામો થતા કોઈએ સમયસર પોલીસને જાણ કરી દીધી હતી. ટોળું વારદાતને અંજામ આપે તે પહેલાં જ પોલીસ કાફલો ત્યાં દોડી આવતાં તમામ હુમલાખોરો નાસી છૂટ્યાં હતાં.
પોલીસે માહિર સહિત 21 આરોપીની ધરપકડ કરી લીધી છે પણ આજે શુક્રવારે રથયાત્રા હોવાથી શાંતિ ડહોળાય નહીં તે માટે આરોપીઓના નામ જાહેર કર્યા નથી. લઘુમતિકોમના ટોળાએ હૂમલો કર્યો હોવાથી આ વાત વાત વાયુ વેગે પંથકમાં ફેલાઇ જતાં ભારેલા અગ્નિ જેવો માહોલ ઉભો થયો હતો. ભરૂચ એસપીએ તુરંત જંબુસરમાં એસઆરપી જવાનોની ટુકડી ઉતારી દીધી હતી. હાલ જંબુસરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.