મીરા રોડમાં ભાજપની લઘુમતી પાંખની મહિલા પદાધિકારી પર હુમલો

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: મીરા રોડમાં બાઈકસવાર બે યુવક ભાજપની લઘુમતી પાંખની મહિલા પદાધિકારી સુલતાના ખાન પર કથિત હુમલો કરી ફરાર થઈ ગયા હતા. હુમલાખોરોએ કારનો કાચ તોડ્યા બાદ તીક્ષ્ણ હથિયાર વડે સુલાતાના પર હુમલો કરતાં તેને હાથ પર ઇજા થઈ હોવાનું પોલીસનું કહેવું છે.
નયાનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જિલાની સય્યદે જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે બની હતી. હુમલાને પગલે સુલતાના ખાન ડરી ગઈ હોવાથી તાત્કાલિક તેનું નિવેદન નોંધી શકાયું નહોતું. સુલતાનાનું નિવેદન નોંધ્યા પછી ગુનો નોંધવામાં આવશે. હુમલાખોરોની ઓળખ મેળવવા માટે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજકીય મીટિંગ માટે સુલતાના રવિવારે રાતે પતિ સમીર ખાન સાથે કારમાં નીકળી હતી. કાર સમીર ચલાવી રહ્યો હતો. બન્ને જણ મીરા રોડમાં બૅક રોડથી દીપક હૉસ્પિટલ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે બાઈકસવાર બે યુવાને તેમની કારને આંતરી હતી. માસ્ક પહેરેલા બે યુવાને કારના આગલા દરવાજાનો કાચ તોડ્યો હતો. બાદમાં સુલાતાના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને સુલતાનાને કથિત ધમકી આપી બન્ને હુમલાખોર ફરાર થઈ ગયા હતા.
આ હુમલામાં સુલતાનાના હાથ પર ઇજા થઈ હતી. બનાવની જાણ થતાં નયાનગર પોલીસ ઘટનાસ્થળે અને હૉસ્પિટલમાં પહોંચી હતી. હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી સુલતાનાને રજા આપવામાં આવી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.