ભાજપના વાસદના ઉમેદવાર પિયુષ પટેલ પર જાન લેવા હુમલો થયાની ફરિયાદ નોંધાઇ છે. તેઓ પોતાના સમર્થકો સાથે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની કારને રોકવામાં આવી અને તેમને પૂછવામાં આવ્યું કે તમે અમારા આદિવાસી નેતા અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને હરાવવા નીકળ્યા છો? તેમ કરીને તેમના પર જાન લેવા હુમલા કરવામાં આવ્યો હોવાનું તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. હાલમાં તેઓ કોટજ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદીઓ સામે સખત પગલાં લેવાની ખાતરી આપી છે. આ હુમલા દરમિયાન તેમની સાથેની ચાર પાંચ કારને પણ નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે.