તેરા હોને લગા હૂં… જેવા અનેક ગીતોથી લોકોને પોતાના અવાજના કાયલ બનાવનારા ફેમસ સિંગર આતિફ અસલમ ત્રીજી વખત પિતા બન્યો છે. સિંગરના ઘરે નાનકડી પરીનું આગમન થયું છે અને આ વાતની માહિતી ખુદ આતિફે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને આપી છે. એટલું જ નહીં આતિફે પોતાની દીકરી માટે સરસમજાની એક નાનકડી નોટ પણ લખી છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાની સિંગર આતિફ અસલમ માટે આ ખુશીની પળ છે અને અત્યારે તે સાતમા આસમાનમાં વિહરી રહ્યો છે. આતિફે સોશિયલ મીડિયા પર પોતાની આ ખુશી જાહેર કરી છે, કારણ કે રમઝાન પહેલાં જ તેના ઘરે એક નાનકડી દીકરીનો જન્મ થયો છે. આતિફે દીકરીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે, જોકે, તેણે દીકરીનો ચહેરો તો નથી દેખાડ્યો પણ હા તેના નામનો ખુલાસો કરી દીધો છે.
દીકરીનો ફોટો પોસ્ટ કરતાં આતિફે લખ્યું હતું કે આખરે ઈંતેજાર પૂરો થયો. મારા દિલની નવી કાણી આવી ગઈ છે. બેબી અને સારા એકદમ ઠીક છે. પ્લીઝ અમારા માટે દુઆ કરો હાલિમા આતિફ અસલમ તરફથી બધાને રમઝાન મુબારક…
ફોટોમાં સિંગરની ક્યુટ બેબી ગર્લ પિંક રંગના કપડાંમાં સૂતેલી દેખાય છે અને આ ફોટો પર સિંગરના ફેન્સ ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આતિફના ઘરે આજે એટલે કે 23મી માર્ચના આ નાનકડી પરીનો જન્મ થયો છે.
આ હાલિમા પહેલાં આતિફને સંતાનમાં બે દીકરા છે. અબ્દુલ અહાદ અને આર્યન અસલમ એમ બે દીકરાના પિતા છે આતિફ અસલમ. આતિફે તેરા હોને લગા હું સિવાય દિલ દિયા ગલ્લાં, પહેલી નઝર મેં, તુ જાને ના, બાખુદા તુમ્હી હો જેવા અનેક સુપરહિટ સોન્ગથી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા હાંસિલ કરી છે.
View this post on Instagram