Homeટોપ ન્યૂઝઅથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્નમાં આવનારા મહેમાનો માટે આ પ્રતિબંધ...

અથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્નમાં આવનારા મહેમાનો માટે આ પ્રતિબંધ…

સુનીલ શેટ્ટીના ઘરે ટૂંક સમયમાં લગ્નની શરણાઇ વાગવાની છે. સુનીલ શેટ્ટીની લાડલી આથિયા શેટ્ટી બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. ચાહકો તેમના પ્રથમ ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ પહેલા ગેસ્ટ લિસ્ટ અને લગ્નમાં થનારી વ્યવસ્થા અંગે અપડેટ્સ આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં મહેમાનોએ કેટલીક નીતિઓનું પાલન કરવું પડશે, જેમાંથી એક નો ફોન પોલિસી છે.
મળતી માહિતી અનુસાર લગ્ન પહેલાની વિધિ 22 જાન્યુઆરીથી શરૂ થશે. સૌ પ્રથમ મહેંદી સેરેમની થશે. જે સુનીલ શેટ્ટીના ઘરે રાખવામાં આવ્યો છે. બીજા દિવસે, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાશે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્નનો મંડપ તૈયાર થઈ રહ્યો છે. આ એક ખુલ્લા વિસ્તારમાં બનેલો મોટો ભવ્ય બંગલો છે. બંને પક્ષોના લગભગ 100 મહેમાનો લગ્નમાં હાજરી આપશે. દરેકને લગ્ન દરમિયાનના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
લગ્ન પહેલા તમામ મહેમાનોના ફોન પણ કલેક્ટ કરવામાં આવશે. લગ્નના એક સપ્તાહ બાદ બંનેનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે. તેમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરા અને સેલિબ્રિટી સામેલ થશે. સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ પર બનાવેલા પેવેલિયનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. અત્યાર સુધી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવાર વતી કોઈએ કોઈ નિવેદન આપ્યું નથી. તેમજ લગ્ન બાબતે કોઈએ પ્રતિક્રિયા આપી નથી. આમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થશે. આ ઉપરાંત અહાન શેટ્ટી, માયા શેટ્ટી અને સુનીલ શેટ્ટી ત્રણેય આથિયાના સંગીત પર ખાસ પરફોર્મન્સ આપવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular