KL Rahul અને Athiya Shetty આ સ્થળે લેશે સાત ફેરા

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા સ્પોર્ટસ

બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલ તેમના લગ્નને લઈને ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર બંને સુનિલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મ હાઉસ ‘જહાન’માં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નબંધનમાં બંધાશે.
આ પહેલા એવી ખબરો હતી કે આથિયા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ઝરી હોટેલમાં લગ્ન કરશે, પરંતુ હવે તેના પિતા સુનિલ શેટ્ટીના બંગલામાં જ તેઓ પરણશે. લગ્નની તારીખ કે. એલ. રાહુલના વર્ક શેડ્યુલને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. આ કપલ ડિસેમ્બર મહિનામાં પ્રભુતામાં પગલાં માંડે તેવી ચર્ચાઓ થઈ રહી છે, જોકે, આ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.