અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આગામી 3 મહિનામાં લગ્ન કરશે, જોરદાર તૈયારીઓ ચાલી રહી છે

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા સ્પોર્ટસ

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર તેમના સંબંધો માટે ચર્ચામાં રહેતા હોય છે અને તેમના લગ્નની અફવાઓ પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, જો તાજેતરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સુનીલ શેટ્ટીની પુત્રી, આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ હવે આગામી ત્રણ મહિનામાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
અહેવાલ મુજબ, આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરવા માટે તૈયાર છે અને તે માટેની ભવ્ય તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ બંને પરિવારો તાજેતરમાં એકબીજાને મળ્યા હતા અને આથિયા અને રાહુલ જ્યાં રહેવા આવશે તે ઘરની મુલાકાત લીધી હતી. “રાહુલના માતા-પિતા તાજેતરમાં આથિયાના પરિવારને મળવા મુંબઈમાં આવ્યા હતા. તેમણે નવા ઘરની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેઓ લગ્ન બાદ રહેવાના છે. આ લગ્ન આગામી ત્રણ મહિનામાં મુંબઈમાં યોજાય તેવી શક્યતા છે. તે બંને પરિવારો માટે એક ભવ્ય ઉજવણી હશે અને લગ્નની દરેક વિગતોની દેખરેખ અથિયા પોતે જ રાખી રહી છે, ” એમ આધારભૂત સ્ત્રોતે દાવો કર્યો હતો.
આથિયા અને રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓએ ગયા વર્ષે તેમના સંબંધોને જાહેર કર્યા હતા જ્યારે કેએલ રાહુલ શેટ્ટી પરિવાર સાથે અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ તડપના સ્ક્રીનિંગમાં આવ્યા હતા.
આ વર્ષે એપ્રિલમાં પણ તેમના લગ્નની અફવાઓ ઉડી હતી. તે સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે બંને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. જો કે, પાછળથી, સુનીલ શેટ્ટીએ અફવાઓ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે, “તે મારી પુત્રી છે, તે ક્યારેક તો લગ્ન કરશે જ. હું ઈચ્છું છું કે મારો દીકરો પણ લગ્ન કરે. તે જેટલો વહેલો લગ્ન કરે તેટલું વધુ સારું. તે તેમની પસંદગી છે. જ્યાં સુધી કેએલ રાહુલની વાત છે. હું કેએલ રાહુલનો મળ્યો છે. મને તે ગમે છે. અને હવે તેઓએ નક્કી કરવાનું છે કે તેઓ શું કરવા માંગે છે, કારણ કે સમય બદલાઈ ગયો છે. દીકરી અને દીકરો બંને જવાબદાર લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ નિર્ણય લે. મારા આશીર્વાદ હંમેશા તેમના માટે છે.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.