આખરે ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે અને કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નબંધનમાં બંધાઈ ચૂક્યા છે. દુલ્હનના પિતા સુનિલ શેટ્ટીએ રાહુલ અને આથિયાના લગ્નના રિસેપ્શન પર એક મહત્ત્વની માહિતી શેર કરી છે. પેપરાઝી અને મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે આથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન આઈપીએલ બાદ થશે. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે લગ્ન થઈ ગયા છે અને હવે હું ઓફિશિયલી ફાધર-ઈન-લો બની ગયો છું. પરંતુ હું રાહુલના સસરો નહીં પણ પિતા બનવા માંગુ છું. હું એને જમાઈ નહીં દીકરાની જેમ જ રાખીશ. આથિયા અને રાહુલના ફેન્સ લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા અને આખરે બંને જણે હાથમાં હાથ લઈને સાત ફેરા લીધા હતા. આ લગ્નસમારંભ સુનિલ શેટ્ટીના ખંડાલા ખાતેના બંગલા પર યોજાયો હતો. આ લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. બોલીવૂડ અને ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ્જોએ આ રાજાશાહી ઠાઠથી યોજાયેલા લગ્નસમારંભમાં હાજરી આપી હતી. લગ્ન વખતે આથિયા અને રાહુલે પેસ્ટલ પિંક કલરનો આઉટ ફિટ્સ પહેર્યો હતો. ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ આ આઉટફિટ્સ ડિઝાઈન કર્યું હતું. સુનિલ અને આથિયા આ લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવા માગતા હતા અને આ જ કારણસર લગ્નના ફોટો લીક ના થાય એ માટે આ લગ્ન સમારંભમાં નો ફોટો પોલીસી રાખવામાં આવી હતી, તેમ જ આવનારા મહેમાનોના મોબાઈલ ફોન પર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.
View this post on Instagram