Homeઈન્ટરવલગઠબંધન અને ગાંઠબંધનની વેળાએ

ગઠબંધન અને ગાંઠબંધનની વેળાએ

કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

આ વખતે ગુજરાતની ચૂંટણીઓ બરાબર લગ્નગાળામાં જ યોજાઈ છે. તુલસી વિવાહ પછી લગ્નની મોસમ જામે તેમાં આ વખતે ચૂંટણીનો રંગ પણ ભળશે. એક બાજુ યુવાનો પોતાના જીવનસાથી સાથે લગ્ન ગાંઠ બાંધવાની તૈયારી કરતા હશે ત્યારે બીજી બાજુ રાજકીય પક્ષો પણ ચૂંટણી જીતવા અનેક પ્રકારની સાઠગાંઠ કરતા જોવા મળશે. એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરે જેમના લગ્ન હશે તેઓ મતદાન કરીને લગ્નમંડપમા જશે કે પછી લગ્ન કર્યા બાદ મત આપવા જશે. લગ્ન કરવા હોય કે પછી મતદાન કરવું હોય બેઉની સામાન્ય જરૂરિયાત એ છે કે ભાગ લેનારાઓ પુખ્ત વયના હોવા જોઈએ.
હવે અહીં જે વાત કરવી છે તે એ છે કે ઉંમર ૧૮ કે ૨૧ વર્ષની થઈ જાય એટલે વ્યક્તિ પુખ્ત વયની તો કહેવાય પણ ખરેખર તેનામાં મેચ્યુરિટી આવતી હોય છે. શારીરિક પુખ્તતા તો કુદરતી રીતે માણસમાં આવતી હોય છે પણ માનસિક પુખ્તતા ન આવે તો લગ્નજીવન હોય કે રાજકારણ, બાજી બગડી જતી હોય છે.
બંન્ને ક્ષેત્રોમાં જોઈતી આ માનસિક પુખ્તતા કેળવવા શું કરવું જોઈએ તેની થોડીક શીખ આ લેખમાં આપી છે તે આજે રવિવારે લગ્નોત્સુક યુવક યુવતીઓએ તેમ જ રાજકારણીઓએ પણ મમળાવવા જેવી છે.
——————
ત્યાગીને ભોગવી જાણો
રાજકારણ અને લગ્નજીવન એ બન્ને બાબતોમાં બીજુ શીખવા જેવું એ છે કે આ બન્ને જીવન માત્ર ભોગવવાની નહી પણ ત્યજવાની તૈયારી સાથેના હોવા જોઈએ. લગ્નજીવન ભોગવવાનું નહીં પણ ત્યાગ કરવાનું શીખવે છે. શરીરનો ભોગવટો તો લગ્ન વગર પણ થઈ શકે છે, પરંતુ લગ્ન કરી એકમેકમાં સંલગ્ન થવું હોય તો એકમેક માટે, જતું કરવાની કે છોડી દેવાની ભાવના જરૂરી છે.
બેડરૂમમાં પંખો કે એસીના બટન કેટલા ઉપર રાખવા જેવી હળવી બાબતોથી લઈ આગળ ઉપર કંઈક કેટલા ગંભીર મતભેદો આવશે ત્યારે બધું હું જ ભોગવું અને બધું સામેવાળા કે વાળીએ જ એડજસ્ટ કરવું જોઈએ એવી હિન ભાવનામાંથી બહાર આવવું પડશે. કશુંક છોડતા શીખવુ પડશે. આજકાલના યુવાનોમાં એવી ગ્રંથિ બંધાઈ હોય કે લગ્ન એટલે માત્ર મોજ મજા તો તેમણે એ જાણી લેવું જોઈએ કે લગ્ન એ માત્ર મજાને કારણે નથી ટકતું. પણ તમે એક બીજા સાથે કેટલું એડજસ્ટ કરી શકો છો કેટલું જતું કરી શકો છો તેના પર આધાર રાખે છે. સત્તાના ભોગવટામાં પણ આ જ વાત લાગુ પડે છે. આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે ‘તેન ત્યકતેન ભુંજિથા’.
રામે ગાદી સંભાળી પણ તેમને ભોગવટાનો મોહ ન હતો. તેમનામાં જતું કરવાની કે વખત આવ્યે છોડી દેવાની ભાવના હતી. એટલે જ તેમનું રામરાજ્ય વખણાયું .
આજે ભારતના વડા પ્રધાન પૂરી દુનિયામાં લોકપ્રિય છે તેનું કારણ પણ આ જ છે. તેઓ ગાદી પર હોવા છતાં તેનો કોઈ મોહ નથી. ફકીર જેવું જીવન જીવે છે. એટલે વિકાસલક્ષી કાર્યો કરી શકે છે. રામ, અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી જેવા નિ:સ્વાર્થ જો સત્તા પર ન હોય તો ક્શું નક્કર ન કરી શકે કારણ કે સત્તા વગરનું શાણપણ નકામું . માટે આદર્શ રાજકીય વ્યવસ્થા એ છે કે ગાદીના મોહ વગર તેના પર બેસનારી વ્યક્તિ ગાદી ભોગવે.
ત્યાગીને ભોગવે તેન ત્યક્તેન ભૂંજિથા. રાજકારણ હોય કે લગ્નજીવન આ વાત બેઉ ક્ષેત્રોમાં લાગુ પડે
——————
લગ્નજીવન જેવી જ વાત રાજકારણમાં પણ લાગુ પડે છે.
ગઠબંધન ક્યાં થાય અને ક્યાં ન થાય એ મહારાષ્ટ્રના હાલના રાજકારણ પરથી નક્કી કરવા માટે સહેલું બની જશે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું અને ચૂંટણી પછી શિવસેનાએ ગેરભાજપી પક્ષો જોડે બંધન કર્યું. જુદી જુદી વિચારધારા અને સ્વભાવવાળા પક્ષોમાં મિશ્રણ તો થયું પણ સંયોજન ન થયું. તેમનો કોમન મિનિમમ પ્રોગ્રામ ન ચાલ્યો. હિન્દુત્વના મુદ્દે આખરે શિવસેનાના બે ભાગ પડી ગયા. ગઠબંધન તૂટી ગયું .
આ બંધન તકલાદી અને અકુદરતી છે તેવું ઘણા રાજકીય વિશ્ર્લેષકોએ ભાખ્યું હતું એ સાચું પડ્યું.
——————-
બંધન સંયોજન જેવું હોવું જોઈએ, મિશ્રણ જેવું નહિ
પક્ષોનું ગઠબંધન હોય કે લગ્નનું ગાંઠબંધન આ બંધન અનોખા સંયોજન જેવું હોવું જોઈએ. તકલાદી મિશ્રણ જેવું નહીં. હવે આ સંયોજન અને મિશ્રણ વચ્ચેનો ફરક સમજવા જેવો છે. સંયોજન એટલે બે તત્ત્વો વચ્ચેનું એવું બંધન જેમાં તેઓ પોતપોતાનો ગુણધર્મ છોડીને એક નવો ગુણ અખત્યાર કરે છે. આખું બંધન ટકાઉ હોય છે. જલદીથી તૂટતું નથી. ‘આપણા ઘરે રોજ રસોઈમાં વપરાતું મીઠું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મીઠું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે એટલે જ તો કુદરતે આપણને દરિયો ભરીને મીઠું આપ્યું છે પણ જોવા જેવી હકીક્ત એ છે કે આ મીઠું સોડિયમ અને ક્લોરિન એમ બે તત્ત્વોનું સંયોજન છે જે બન્ને એકલા હોય તો જોખમી બની જાય. સોડિયમ ઝડપથી સળગી ઉઠે એવો પદાર્થ છે તો ક્લોરિન ઝેરી પદાર્થ છે’ પણ આ બન્ને ભળે છે ત્યારે પોતાનો દુર્ગુણ ભૂલી જાય છે અને ગુણવાન મીઠામાં પરિવર્તન પામે છે, આ વાત લગ્ન ગાંઠે બંધાઈ રહેલાં યુવક યુવતીઓ માટે પણ લાગુ પડે છે. જો આ બંધનને ટકાઉ અને મજબૂત બનાવવું હોય તો પોતાના દુર્ગુણ રૂપી અહમ્ને છોડી દઈ દૃષ્ટાંતરૂપ લગ્નજીવન જીવવું જોઈએ. પતિ પત્ની વચ્ચે ના મોટા ભાગના મનભેદમાં અહમ જ વિલન બનતો હોય છે. જો બન્ને જણ પોતાનો અહમૂ છોડી દેવાની પુખ્તતા કેળવે તો તેમનું જીવન સંયોગ અને સુયોગ બની જશે.
હવે મિશ્રણ એટલે શું એ સમજીએ. ઉપર આપણે જે મીઠાનો ઉલ્લેખ કર્યો એને પાણીમાં મિક્સ કરીએ તો શુ થાય? એ મીઠાનું ખારુ પાણી થઈ જાય. આ મીઠાનું દ્રાવણ એવું બંધન છે જેમાં મીઠું પોતાની ખારાશ નથી છોડતું અને પાણી પોતાની ભીનાશ નથી છોડતું. બન્ને પોત પોતાપોતાના ગુણ પક્ડી રાખે છે. આવુ પાણી જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે મીઠું અને પાણી બન્ને ઝડપથી છૂટા પણ પડી જાય. એટલે જ મિશ્રણ તકલાદી હોય છે. લગ્નજીવન પણ જો મિશ્રણ જેવું હોય તો પતિ-પત્ની સાથે દેખાય તો ખરા પણ પોત પોતાનો ગુણ કે અહમ્ સાથે જીવતા હોય અને થોડીક ગરમા ગરમી વધે તો છૂટા પણ પડી જાય એવા સંબંધો હોય છે. માટે જો તમારે લગ્નજીવન ટકાઉ અને સુરક્ષિત રાખવું હોય તો બન્ને જણ અહમ્ છોડી દેજો. સંયોજન બનાવજો. ઉ

RELATED ARTICLES

Most Popular