બોક્સ ઓફિસ પર ફરી દક્ષિણની ફિલ્મોની હિન્દી ફિલ્મો પર સરસાઈ

મેટિની

અનંત મામતોરા

બોલીવૂડની હાલત અત્યારે દુકાળમાં અધિકમાસ જેવી થઇ છે. પહેલથી જ એક પછી એક ફિલ્મો ડબ્બાનું ઢાંકણું ખૂલે એ પહેલાં જ ડબ્બાબંધ થઇ જાય છે, તેમાં આમિર અને અક્ષય જેવા સેલેબલ સ્ટાર્સની ફિલ્મો પણ એ જ રસ્તે આગળ વધી છે.
મંગળવાર બોલીવૂડ માટે બ્લેક-ટ્યુસડે સાબિત થયો. એક બાજુ બોલીવૂડની ફિલ્મો ઊંધે માથે પટકાઈ, તો સાઉથની ફિલ્મે ફરી એક વાર ધમાલ મચાવી છે. ‘રાંઝણા’ ફેમ ધનુષની ફિલ્મ ‘થિરુચિત્રમ્બલમ’નું માત્ર છ દિવસનું કલેક્શન અક્ષય કુમારની તેર દિવસ પહેલાં રિલીઝ થયેલી ‘રક્ષાબંધન’ કરતાં વધારે થયું છે, તો ‘કાર્તિકેય-૨’ સિનેમાઘરોમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પછાડીને છવાઈ ગઈ છે. આ રીતે ફરી એક વાર દક્ષિણની ફિલ્મોએ બોલીવુડને બોક્સ ઓફિસ પર માત
આપી છે.
રક્ષાબંધને રક્ષા ન કરી
‘રક્ષાબંધન’નું પણ તેરમા દિવસનું કલેક્શન આપણી સામે છે. તેના કારોબારમાં પણ કોઈ ખાસ પ્રગતિ નથી. ‘રક્ષાબંધન’ ફિલ્મે પણ મંગળવારે માત્ર ૬૫ લાખ રૂપિયાની કમાણી કરી.
જોકે તેની પહેલાં રવિવારે ઠીકઠાક પ્રદર્શન કરીને ફિલ્મે ૧.૮૦ કરોડની કમાણી જરૂર કરી, તો સોમવારે ફિલ્મે માત્ર ૭ લાખ રૂપિયાની કમાણી જ કરી. આ ફિલ્મની કુલ કમાણી માંડ ૪૪.૭૨ કરોડના આંકડે પહોંચી છે.
———-
લાલ સિંહ ચઢ્ઢા ૬૦ કરોડનો આંકડો પાર ન કરી શકી
આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી શકવામાં નાકામ રહી, જેની સીધી અસર કમાણી ઉપર દેખાઈ
રહી છે.
પોતાનું ખરાબ પ્રદર્શન ચાલુ રાખતાં આ ફિલ્મ તેના બારમા દિવસે ૭૩ લાખ રૂપિયા કમાઈ શકી, પણ મંગળવારે તેની કમાણી તેનાથી પણ ખરાબ રહી. તેરમે દિવસે
ફિલ્મનું તેરમું થઇ ગયું હોય તેમ મંગળવારે ફિલ્મે લગભગ ૬૫ લાખ રૂપિયા
જ કમાયા.
આની સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટોટલ કલેક્શન ૫૭.૪૮ કરોડ રૂપિયા સુધી જ પહોંચી શક્યું.
———
આ અઠવાડિયે ૬૦ કરોડનો આંકડો પાર કરશે ‘કાર્તિકેય-૨’
‘કાર્તિકેય-૨’ના શરૂઆતના આંકડા પ્રમાણે મંગળવારે તેની કમાણી ૨.૭૫ કરોડ રૂપિયા હતી.
અલગ અલગ ભાષાઓમાં તેની કમાણી જોઈએ તો તેલુગુમાં ૧.૯૫ કરોડ અને હિન્દીમાં ૦.૯૮ કરોડનું કલેક્શન છે. નોંધવા જેવી વાત એ
છે કે ફિલ્મ માત્ર ૩૦ કરોડના ખર્ચે
બની છે.
નાના બજેટની ફિલ્મ હોવા છતાં આ ફિલ્મ આમિર-અક્ષયની ફિલ્મો ઉપર ભારી સાબિત થઇ છે.
———
પાંચ દિવસમાં પાંચ કરોડ પણ ન મળ્યા ‘દોબારા’ને
‘દોબારા’ રિલીઝ થયા પછી પાંચ દિવસમાં કંઈ ઉકાળી નથી શકી. હાલત એટલી ખરાબ છે કે દર્શકો ન મળવાને કારણે સિનેમાગૃહોમાં શો કેન્સલ કરવા પડ્યા છે.
૩૦ કરોડના ખર્ચે બનેલી
ફિલ્મ માત્ર ૩.૮૭ કરોડ કમાઈ
શકી છે.
આ રીતે તો ફિલ્મનો ખર્ચો પણ નીકળવો મુશ્કેલ થવાનો છે.
———
‘થિરુચિત્રમ્બલમ’ ફિલ્મે છ દિવસમાં રક્ષાબંધનને પછાડી
શરૂઆતના આંકડાને હિસાબે ‘થિરુચિત્રમ્બલમ’ ફિલ્મે છઠ્ઠે દિવસે મંગળવારે ૩.૧૦ કરોડનો બિઝનેસ કર્યો. તેની સાથે ફિલ્મનો કુલ બિઝનેસ ૪૪.૭૬ કરોડ સુધી પહોંચી ગયો.
જે રફ્તારથી આ ફિલ્મ આગળ વધી રહી છે, તે જોઈને એવું કહેવાય છે કે આ ફિલ્મ ધનુષની કરિયરની સૌથી સફળ ફિલ્મ બની શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.