ગુજરાતમાં ગેરકાયદે દારૂના કરોડોના કારોબાર કયા પક્ષના ઇશારે ચાલી રહ્યા છે: કેજરીવાલનો સવાલ

આપણું ગુજરાત

(પ્રવીણ સેદાણી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: ગુજરાતમાં દારૂ બંધી વચ્ચે પણ દેશી અને વિદેશી દારૂના કરોડો રૂપિયાનો ગેરકાયદે કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાને વખોડી હતી તેમ જ આવા બૂટલેગરોને કયો પક્ષ છાવરી રહ્યો છે એ બધા જાણે છે એવો દાવો પણ કર્યો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ સોમવારની રાત્રે ગુજરાત આવી પહોંચી સોમનાથમાં રોકાણ કયુર્ર્ું હતું. સોમવારથી સવારે રાજ્યના આમ પાર્ટીના નેતાઓ સાથે કેજરીવાલ સોમનાથ મંદિરે પહોંચી મહાદેવની પૂજા-અર્ચના સાથે ધ્વજાપૂજા કરી ત્યાંથી રાજકોટ પહોંચ્યા હતા. વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ પહેલા તેમણે બોટાદની ઘટના અંગે દુ:ખ વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે બોટાદમાં ક્યા પક્ષ તરફથી આવારા તત્ત્વોને સરાજાહેર દારૂ વેચવાની છૂટ મળી એ તપાસનો વિષય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોટાદની ઘટના દુ:ખદાયી છે. જેમાં ૨૯થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તેમના આત્માને શાંતિ અર્પે તેમજ સારવારમાં ગંભીર અવસ્થામાં રહેલા તમામ લોકો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે. ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂ વેચવું પ્રતિબંધિત છે. તો આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કઈ રીતે થઈ રહ્યું છે. ગુજરાતના કોઈપણ સ્થળે તમારે દારૂ જોઈતો હોય તો એ સરળતાથી તમને મળી જાય છે, એ કોઈ મોટી વાત નથી. મને તો એવું જાણવા મળ્યું છે કે અહીંયા કરોડો રૂપિયાનો દારૂનો વ્યવસાય ચાલે છે. તો તેનું વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે તેની પણ તપાસ કરવી જોઈએ.
તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી કે નકલી દારૂના કારણે લોકોના મોત થયા હોય. ગુજરાતમાં આ પૂર્વે પણ આવી ઘટનાઓ બની ચુકી છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તંત્ર જો ઈચ્છે તો પણ દારૂને રોકી નથી શકતું અથવા તંત્રની ઈચ્છા જ નથી કે તે દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરે. અહીં પ્રજા દુ:ખી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ ઘટના પછી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડકપણે અમલ થશે. મેં તો આજે સોશિયલ મીડિયામાં જોયું કે ઘણા ગામના લોકોએ સરકારને પત્રો પણ લખ્યા છે કે અમારા ગામમાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મામલે તમે કોઈ પગલાં લો, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી. આવું શું કામ થઈ રહ્યું છે? એ હું નથી જાણતો.

1 thought on “ગુજરાતમાં ગેરકાયદે દારૂના કરોડોના કારોબાર કયા પક્ષના ઇશારે ચાલી રહ્યા છે: કેજરીવાલનો સવાલ

  1. Trafficking in alcohol has been going on since creation of Gujarat state. At the heart of the matter is that it seems a large number of people want to indulge in libation, and a vociferous but miniscule minority with their own agenda has been touting it in the guise of Gandhian thinking. Scrap prohibition and end this charade. In a democratic society dietary prohibitions ar unthinkable.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.