ક્રિકેટ એ ભારત માટે એક મહત્ત્વની રમત બની ગઈ છે અને હવે આ જ રમત સાથે સંકળાયેલા એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર એટલે ભારતીય ક્રિકેટ ટીમના 29 વર્ષના ખેલાડીનું ટેસ્ટ મેચનું કરિયર પર ધી એન્ડ થવા જઈ રહ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા બાદ કોચ રાહુલ દ્રાવિડે પણ હવે આ ખેલાડીથી મોઢું ફેરવી લીધું છે. શ્રેયસ અય્યરે ટીમમાં પગ જમાવી લીધા બાદ હવે આ ખેલાડી માટે ભારતીય ટેસ્ટ ટીમના દરવાજા બંધ થતા દેખાઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા આજકાલ તો ટેસ્ટ ક્રિકેટ ખૂબ જ આક્રમક અંદાજમાં રમી રહી છે અને શ્રેયસે પોતાની આક્રમક ગેમથી ઈન્ડિયન ટેસ્ટ ટીમમાં નંબર 6ની બેટિંગ પોઝિશન પર કબજો જમાવી લીધો છે અને એની સાથે જ ક્રિકેટર હનુમા વિહારીની જગ્યા જોખમમાં મૂકાઈ ગઈ છે. શ્રેયસ અય્યર પહેલાં હનુમા વિહારીને 6 નંબરની પોઝિશન પર બેટિંગનો ચાન્સ મળતો હતો, પણ હવે સમય બદલાઈ ગયો છે. શ્રેયસ ભારત માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમ્યો છે અને તેમાં તેણે 50.8ની એવરેજ પર 508 રન બનાવ્યા છે. અત્યાર સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટ માટે એક સેન્ચ્યુરી અને ચાર હાફ સેન્ચ્યુરી ફટકારી છે. હનુમા વિહારીની વાત કરીએ તો તેમની બેટિંગ શ્રેયસની સરખામણીએ સ્લો છે, અને ટેસ્ટ ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન ખાસ અસરદાર નથી રહ્યું છે. કેપ્ટન રોહિત શર્માની સાથે કોચ રાહુલ દ્રાવિડે પણ તેને ચાન્સ આપવાનું બંધ કરી દીધું છે.