અલીબાબા દાસ્તાન-એ-કાબુલમાં શહેજાદી મરિયમની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી તુનિષા શર્માએ ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તુનિષા ટી બ્રેકમાં વોશરુમમાં ગઈ હતી અને લાંબા સમયથી તે બહાર નહીં આવતા દરવાજો તોડવામાં આવ્યો હતો, એવું વાલિવ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેણે કયા કારણસર આ પગલું ભર્યું એ હજી જાણી શકાયું નથી. તેણે ટીવી સિરીયલ મહારાણા પ્રતાપથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી, ત્યાર બાદ તેણે સમ્રાટ ચક્રવર્તી અશોક સમ્રાટમાં પણ કામ કર્યું હતું. આ સિવાય 2016માં તેણે ફિલ્મ ફિતુરમાં કેટરિના કૈફના બાળપણનો રોલ નિભાવ્યો હતો. હાલમાં તે કલર્સ ચેનલ પર આવતી ઈન્ટરનેટવાલા લવમાં પણ અધ્યા વર્માનો રોલ કરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પણ આત્મહત્યા કરી હતી.