પોતાનું ઘર એ દરેકનું સપનું હોય છે. પરંતુ માત્ર એક ઘર બનાવવા અથવા ખરીદવામાં લોકોની આખી જિંદગી વીતી જાય છે બીજી તરફ ટીવી એક્ટ્રેસ રૂહાનિકાએ અજાયબી કરી બતાવી છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રી કરોડોના ઘરની માલિક બની ગઈ છે. ટીવી શો યે હૈ મોહબ્બતેંમાં નાની રૂહી ઉર્ફે રૂહાનિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે માત્ર 15 વર્ષની ઉંમરમાં તે લેવિશ હાઉસની માલીક બની ગઈ છે.
રૂહાનિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘરની સુંદર તસવીરો શેર કરી છે. આ માઈલસ્ટોન માટે ફેન્સ અને કો-સ્ટાર્સ રૂહાનિકાને ઘણા આશીર્વાદ આપી રહ્યા છે અને તે જીવનમાં આગળ વધે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.રૂહાનિકા પોતાની સિદ્ધિને લઈને ઘણી ખુશ છે.
રૂહાનિકા કહે છે કે આ ઘર ખરીદવું તેના માટે ગર્વની વાત છે. તેણે જે સપનું જોયું હતું તે સાકાર કર્યું છે. ટીવી એક્ટ્રેસ રૂહાનિકાએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરની જે તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે. રૂહાનિકા કહે છે કે તે આ ઘર તેની માતાના કારણે ખરીદી શકી છે. તેણે તેની સફળતાનો બધો શ્રેય માતાને આપ્યો છે.રૂહાનિકા કહે છે કે આ તો માત્ર શરૂઆત છે, તે હજુ ઘણું કરવા માંગે છે.