તહેવારોની સિઝનની શરૂઆત સાથે, મુંબઈ એરપોર્ટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ એની સાથે ઇમિગ્રેશન કાઉન્ટરો અને અધિકારીઓની સંખ્યામાં વધારો નહીં થવાથી લોકોને કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.
મુંબઈ એરપોર્ટના આંતરરાષ્ટ્રીય આગમન માટેના ઈમિગ્રેશન કાઉન્ટરો પર મંગળવારની સવારના કલાકોમાં ભારે ભીડ જોવા મળી હતી અને સેંકડો મુસાફરોને ત્રણથી ચાર કલાક કતારમાં ઊભા રહેવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોના આગમન સમયે મુસાફરોએ બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમમાંથી પસાર થવું પડે છે. મુસાફરોએ દાવો કર્યો હતો કે એરપોર્ટ પર 24 ઈમિગ્રેશન કાઉન્ટર છે જે ખુલ્લા છે પરંતુ લાંબા કલાકો સુધી ક્લિયરન્સનું સંચાલન કરવા માટે પૂરતા કર્મચારીઓ નથી. લાંબી કતારને કારણે લોકો અકળાઇ ગયા હતા અને સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી હતી.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈમિગ્રેશન અને કસ્ટમ્સ કેન્દ્રીય એજન્સીઓ છે અને જો મુસાફરોની સંખ્યામાં વધારો થાય તો તેઓ કર્મચારીઓની ફાળવણીમાં દખલ કરી શકે નહીં.
મુંબઈ એરપોર્ટના ઈમિગ્રેશન કાઉન્ટર પર મુસાફરો લાંબી કતારોની ફરિયાદ કરે છે
RELATED ARTICLES