Homeટોપ ન્યૂઝતુર્કીના ઈસ્તંબુલમાં વિસ્ફોટમાં 6ના મોત, 81 ઘાયલ, શંકાસ્પદની ધરપકડ

તુર્કીના ઈસ્તંબુલમાં વિસ્ફોટમાં 6ના મોત, 81 ઘાયલ, શંકાસ્પદની ધરપકડ

તુર્કીના ઈસ્તંબુલમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 81 લોકો ઘાયલ થયા હતા આ વિસ્ફોટ મધ્ય ઇસ્તંબુલના તકસીમ વિસ્તારમાં એક વ્યસ્ત રાહદારી શેરીમાં થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ જણાવ્યું કે પોલીસે આ વિસ્ફોટ સંબંધે એક શંકાસ્પદની ધરપકડ કરી છે.

“>

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને વિસ્ફોટને કથિત આતંકવાદનો હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે વિસ્ફોટના ગુનેગારોને સજા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રારંભિક સંકેતો વિસ્ફોટમાં “આતંકી” હુમલા તરફ નિર્દેશ કરે છે.
સ્થાનિકો અને પ્રવાસીઓમાં લોકપ્રિય ઇસ્તિકલાલ શોપિંગ સ્ટ્રીટમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થયું નથી. આ ઘટના પછી તરત જ, ઇસ્તંબુલની શેરીઓમાં ગભરાટ ફેલાયો હતો, કેટલાક સ્થાનિક અહેવાલો સૂચવે છે કે તે એક આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલો હતો.
નોંધનીય છે કે, 2015 અને 2017ની વચ્ચે ઇસ્લામિક સ્ટેટ જૂથ અને ગેરકાયદેસર કુર્દિશ જૂથો દ્વારા તુર્કીમાં ઘાતક બોમ્બ ધડાકાઓ થયા હતા.
આ ઘટનાની નોંધ લેતા, ભારતે તુર્કી અને તેના લોકો પ્રત્યે દુઃખદ જાનહાનિ પર સંવેદના વ્યક્ત કરી હતી. “અમારી સહાનુભૂતિ એ લોકો સાથે પણ છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે. અમે તેમને ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા કરીએ છીએ,” એમ ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular