રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 7ના  મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.  સુમેરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામેશ્વર ભાટીએ જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રેલરની ટક્કર થઈ હતી, જેને કારણે આ કરુણાંતિકા સર્જાઇ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રસ્તા પર મૃતકોના અંગો વેરવિખેર પડ્યા હતા.

નોંધનીય છે કે આ અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈજાગ્રસ્તો અને મૃતકો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા રામદેવરાના દર્શન માટે જઈ રહ્યા હતા.

આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરતા  કહ્યું કે,  રાજસ્થાનના પાલીમાં થયેલ અકસ્માત ખૂબ જ  દુઃખદ ઘટના છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે. તેમજ  હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

Google search engine