કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 10 જણનાં મોત થયા છે, જ્યારે 16 જણને ઈજા પહોંચી છે. ફાયરિંગના સમાચાર ધ્યાનમાં આવ્યા પછી ઘટનાસ્થળે પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો તથા ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા છે. કેલિફોર્નિયાના મોન્ટેરે પાર્કમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકોનાં મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
🚨#BREAKING: Mass shooting with reports of multiple victims Dead
⁰📌#MontereyPark | #CACurrently multiple authorities are responding to a mass shooting in Monterey Park with reports of 16 people have been shot with unconfirmed reports 10 fatalities this is still developing pic.twitter.com/4XUwRwaibf
— R A W S A L E R T S (@rawsalerts) January 22, 2023
મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ નવા વર્ષના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઘટનાસ્થળે સેંકડો લોકો નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યારે કોઈએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. શનિવારે રાતના દસ વાગ્યાના સુમારે મોન્ટેરે ખાતે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મોન્ટેરે પાર્ક લોસ એન્જેલસ કાઉન્ટીનું એક શહેર છે, જે લોસ એન્જેલસના ડાઉનટાઉનથી લગભગ અગિયાર કિલોમીટરના અંતરે આવેલું છે.
🚨#UPDATE: According to Police scanners reports of 10 people have been fatally shot, and 9 others have been injured in the Mass shooting that took place at a Monterey Park at a Chinese festival for lunar event. The suspect is still on the loose according to PD on scene pic.twitter.com/Xrdl9Uktr9
— R A W S A L E R T S (@rawsalerts) January 22, 2023
ગયા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનસ્થિત એક રહેવાસી ઘરમાં ફાયરિંગ થયું હતું, જેમાં એક માતા અને બાળક સહિત છ જણનાં મોત થયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ કેસ જણાવ્યો હતો. તુલારે કાઉન્ટીના શેરિફ માઈક બોઉડ્રીક્સે કહ્યું હતું કે હાર્વેસ્ટ રોડના 6,800 બ્લોકમાં છ લોકોની ગોળી મારીની હત્યા કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ હતા, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી. અલબત્ત, આ હિંસા નથી, પરંતુ ટાર્ગેટ કિલિંગ છે.