ગુજરાત વિધાનસભા ચૂંટણી વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓ પણ રાજકીય અખાડો બની રહી છે. અમદાવાદની GLS યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે. કેમ્પસમાં આવેલી એચ.એ. કોમર્સ કોલેજમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવવાને લઈને વિવાદ ઉભો થયો છે. ABVPના વિદ્યાર્થીઓએ હંગામો કરી પ્રિન્સિપાલને પણ ‘જય શ્રીરામ’નો નારો બોલવા મજબુર કર્યા હતા.
મળતી માહિતી મુજબ એચ.એ. કોમર્સ કોલેજમાં દિવસ અગાઉ વિદ્યાર્થીઓએ લેક્ચર પૂરો થયા બાદ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. એક પ્રોફેસર 5 વિદ્યાર્થીને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા હતા. કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ન્યુસન્સ ફેલાવતા હોવાનું કહી માફીપત્ર લખાવ્યું હતું. ત્યારબાદ પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવાની ચેતવણી આપી હતી.
આ મામલાની જાણ ABVPને થતાં ABVPના કાર્યકરોએ કોલેજમાં ધસી આવ્યા હતા. ભગવાનનું નામ બોલવા માટે માફીપત્ર લખાવતાં પ્રિન્સિપાલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારતા ABVPના કાર્યકરો સાથે પોતે જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે લેક્ચર પહેલાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા, તો અમને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. અમે ભગવાનના નામના નારા લગાવીને ખોટું કામ નથી કર્યું.
Home આપણું ગુજરાત અમદાવાદની GLS યુનિવર્સિટીમાં ABVP એ લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા, પ્રિન્સીપાલને ઘેર્યા