જે રીતે રાશિઓ પ્રમાણે નામ હોય છે એ રીતે જ અંક જ્યોતિષમાં દરેક જાતકનો એક મૂળાંક હોય છે અને અંક જ્યોતિષ શાસ્ત્રમાં પણ અલગ અલગ મૂળાંક પ્રમાણે દરેક જાતકની જે તે ખાસિયતો વિશેની માહિતી આપવામાં આવી છે. આજે આપણે વાત કરીશું મૂળાંક ત્રણના જાતકોની ખાસિયતો અને તેમના સ્વભાવની. તેમાં પણ ખાસ કરીને જ્યારે આ જાતક એક મહિલા હોય ત્યારે તો ખાસ. જોઈ લો કદાચ તમે પણ આ મૂળાંકના જાતક તો નથી ને…?
આ મહિલાઓ ખૂબ જ મહેનતુ, બુદ્ધિમાન અને હોશિયાર હોય છે. એટલું જ નહીં એક વખત તેઓ કંઈ કરવાનું વિચારી લે છે તો પછી એ કરીને જ માને છે. તેઓ શાનદાર અને સફળ જીવન જીવે છે. મિત્રો અને પરિવાર પર પૈસા ખર્ચવાની વાત આવે છે ત્યારે તેઓ પાછળ વળીને જોવામાં વિશ્વાસ નથી રાખતી. તેમનો સ્વભાવ દયાળુ અને મદદરૂપ થવાનો હોય છે. ટુંકમાં કહેવાનું થાય તો આ જાતકની મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે.
આ તારીખે જન્મેલી મહિલાઓ હોય છે ખૂબ જ ખાસ…
RELATED ARTICLES