શાહરૂખ ખાન સ્ટારર અને સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાન’ ના રિલીઝનાને આડે 5 દિવસ જ બચ્યા છે. ત્યારે અમુક સંગઠનો ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. ગુજરાતના મલ્ટીપ્લેક્સ માલિકોને કેટલાક જૂથો દ્વારા ધમકી પણ આપવામાં આવી રહી છે એવામાં ગુજરાત સરકારે પઠાન ફિલ્મ રિલીઝ કરવા પર મલ્ટીપ્લેક્સ માલિકોને સલામતીની ખાતરી આપી છે.
અમદવાદના નેક્સસ મોલ આવેલા એક મલ્ટીપ્લેક્સમાં બજરંગ દળના કાર્યકરોએ પઠાન ફ્લ્મના પોસ્ટરની તોડફોડ કરી હતી અને મલ્ટીપ્લેક્સ માલિકને ફિલ્મ રિલીઝ ના કરવા ધમકી આપી હતી. આ ધમકીઓને હળવાશથી ન લેતા, ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશને ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને આ બાબતે પત્ર લખ્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે કે ગુજરાત સરકારે હવે રાજ્યના મલ્ટીપ્લેક્સ એસોસિએશનને કહ્યું છે કે ફિલ્મ રિલીઝના કરવા સરકારનો સંપૂર્ણ ટેકો છે. ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશના અધ્યક્ષે જણાવ્યું હતું કે, અમને હજુ સુધી સરકાર તરફથી લેખિતમાં કોઈ જવાબ મળ્યો નથી. પરંતુ ગૃહપ્રધાને અમને ખાતરી આપી છે કે સરકારનો સંપૂર્ણ ટેકો છે. લાંબા સમય પછી આટલી મોટી ફિલ્મ આવી રહી હોવાથી અમને સલામતીની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “આપણે દિવસ-રાત મહેનત કરીએ છીએ અને પછી આપણામાંથી કેટલાક ફિલ્મો વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરે છે… આપણે બિનજરૂરી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવું જોઈએ”.
વડપ્રધાનની આ ટિપ્પણી સ્પષ્ટપણે બોયકોટ ગેંગ તરફ ઈશારો હતી. વડપ્રધાનની આ ટિપ્પણીને સોશિયલ મીડિયા પર લોકોએ આવકારી હતી.
પઠાનની રિલીઝ મુદ્દે ગુજરાત સરકાર તરફથી મલ્ટિપ્લેક્સ માલિકોને સલામતી ખાતરી
RELATED ARTICLES