પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રનો વારો! ED પછી IT વિભાગ એક્શન મોડમાં, સ્ટીલના વેપારીના ઘરે Raid, પૈસા એટલા મળ્યા કે અધિકારીઓને ગણવામાં લાગ્યા 13 કલાક

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રના જાલનામાં ઈન્કમ ટેક્સ વિભાગે સ્ટીલ, કપડાંના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર છાપોમારી કરી છે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગને 390 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે, જેમાં 58 કરોડ રૂપિયાની રોકડ રકમ, 32 કિલો સોનુ. ડાયમંડ અને ઘણી પ્રોપર્ટીના પેપરનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર આઈટી વિભાગની નાશિક બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. છાપોમારીમાં મળેલા કેશને ગણવામાં 13 કલાકનો સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર રાજ્યના 260 અધિકારી અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

કપડાં અને સ્ટીલના વેપારીના ઘરમાંથી મળેલા કેશને જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકની બ્રાન્ચમાં લઈ જઈને ગણવામાં આવ્યા હતાં. જાલનાની ચાર સ્ટીલ કંપનીના વ્યવહારમાં અનિયમિતતાઓ દેખાઈ હોવાથી ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.