Homeઆમચી મુંબઈવિધાનસભાના અધ્યક્ષની ફક્ત શિંદેેની શિવસેનાને માન્યતા

વિધાનસભાના અધ્યક્ષની ફક્ત શિંદેેની શિવસેનાને માન્યતા

* અલગ જૂથ તરીકે માન્યતા આપવાની રજૂઆત મળી ન હોવાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ થવા આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમને અત્યાર સુધી અન્ય કોઈ જૂથ પાસેથી ગૃહમાં અલગ જૂથ હોવાની રજૂઆત મળી નથી.
ચૂંટણી પંચ દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથને વાસ્તવિક શિવસેના જાહેર કરી અને ધનુષ્ય-બાણનું ચિહ્ન આપ્યાના ગણતરીના દિવસોમાં વિધાનસભા અધ્યક્ષે આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.
નાર્વેકરે ગુરુવારે કહ્યું હતું કે અત્યારે વિધાનસભામાં ફક્ત એક જ શિવસેના પાર્ટીને માન્યતા અપાઈ છે અને તેના પંચાવન વિધાનસભ્યો છે અને તેનું નેતૃત્વ એકનાથ શિંદે પાસે છે. આ પાર્ટીના મુખ્ય વ્હીપ ભરત ગોગાવલે છે અને તેમને માન્યતા મળેલી છે.
રાજ્યનું બજેટ અધિવેશન ૨૭મી ફેબ્રુઆરીથી લઈને ૨૫મી માર્ચ સુધી ચાલવાનું છે અને નવમી માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. મારી સમક્ષ અત્યાર સુધી એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે (શિવસેના) પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. જો મને આ બાબતનો કોઈ પત્ર મળશે તો બંધારણની કલમ ૧૦ ની જોગવાઈઓ મુજબ નિર્ણય લેવામાં આવશે, એમ નાર્વેકરે જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે નાર્વેકર ભાજપના વિધાનસભ્ય છે.
૨૦૧૯માં વિધાનસભામાં ધનુષ્ય-બાણના ચિહ્ન પર ૫૬ વિધાનસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. તેમાંથી એક વિધાનસભ્ય રમેશ લટકેનું નિધન થયું હતું અને તેમના પત્ની ઋતુજા લટકે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષ તરફથી ‘મશાલ’ ચિહ્ન પર ચૂંટાઈ આવ્યા છે.
બીજી તરફ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટમાં વધુ એક ફટકો પડ્યો હતો. જેમણે બુધવારે ચૂંંટણી પંચના ચુકાદા પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular