Ahmedabad: વિધાનસભા ચૂંટણી(Gujarat assembly election) નજીક આવતા ગુજરાતમાં દિગ્ગજ નેતાઓની અવરજવરનો ધમધમાટઆમ વધી રહ્યો છે. ચૂંટણીની તૈયારીઓ માટે આજે આદમી પાર્ટીના(AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Aravind Kejariwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(Ashok Gehlot)  પણ આજે અમદાવાદમાં હાજર રહેશે.
અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે ટાઉન હોલના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતા અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેના એક હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતની મહિલાઓ સાથે સંવાદ કરશે અને ફરી કોઈ નવી ગેરંટી પણ આપશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદથી નીકળીને દિલ્હી જવા રવાના થશે.
બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને પોતાના ઘોડા દોડાવાના શરુ કર્યા છે. ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે અમદાવાદ આવી ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ વિધાનસભા બેઠકોના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં નિરીક્ષકો વિવિધ બેઠક પ્રમાણેનો અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે.
નોંધનીય છે કે ચૂંટણીના ત્રણ મહિના અગાઉ આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારો જાહેર કરી ભાજપ અને કોંગ્રેસને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ કોંગ્રેસે પણ ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી હોવાનું કહેવાય છે. કોંગ્રેસે 58 ઉમેદવારોની યાદી બનાવી છે. આ યાદી હાલ હાઈકમાંડ પાસે મોકલવામાં આવી છે.

Google search engine