મહારાષ્ટ્ર વિધાનસભા ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિધાનસભામાં ત્રણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર, ઉસ્માનાબાદનું નામ ધારાશિવ અને નવી મુંબઈના એરપોર્ટનું નામ દિ. બા. પાટીલ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. વિધાનસભામાં નામાંતર કરવાના આ પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

ઔરંગાબાદનું નામ ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદનું નામ ‘ધારાશિવ’ રાખવાનો ઠરાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે, જ્યારે નિર્માણાધીન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ‘લોકનેતા દી. બા. પાટીલ નવી મુંબઈ એરપોર્ટ’ કરવા માટેની મંજૂરી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી માંગવામાં આવી છે. 1953 અને 2005 માં નિર્ધારિત નિયમો અનુસાર, કેન્દ્ર સરકારને શહેરો અથવા ગામડાઓના નામ બદલવાની સત્તા આપવામાં આવી છે.

Google search engine