આસામ-મેઘાલય બોર્ડર પર મંગળવારે સવારે ફાયરિંગની ઘટના બાદ હિંસા ભડકી હતી, જેમાં છના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે લાકડાની તસ્કરી કરી રહેલા ટ્રકને મેઘાલય બોર્ડર પર આસામના ફોરેસ્ટ ગાર્ડ દ્વારા રોકવામાં આવ્યું હતું જે બાદ આમને સામને મારામારી થઈ. આ ઘટનામાં ફોરેસ્ટ ગાર્ડ સહિત છ લોકોના મોત નિપજ્યા હતાં. આ ઘટના બાદ મેઘાલય સરકારે આગામી 48 કલાક સુધી સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી નાંખી છે.
મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ આ અંગે જણાવ્યું હતું કે, મેઘાલયના રાંચ અને આસામના એર વન રક્ષકનું મોત થયું છે. ઘટનામાં ઝખમી લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મેઘાલય પોલીસ તરફથી આ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મેં આસામના મુખ્ય પ્રધાન સાથે વાત કરી છે અને સહયોગનું આશ્વાસન આપ્યું છે.