આસામમાં પૂરથી વધુ ૧૨નાં મોત: ૫૪.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત

દેશ વિદેશ

પૂરનો પ્રકોપ: આસામના સિલચરનો પૂરગ્રસ્ત વિસ્તાર. મુખ્ય પ્રધાન હિમંત વિશ્ર્વ શર્માએ આ વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. (પીટીઆઇ)

ગૌહાટી: આસામમાં ગુરુવારે પણ પૂરની સ્થિતિ ગંભીર રહી હતી, જેમાં લગભગ ૫૪.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને વધુ ૧૨ લોકોનાં મોત થયાં છે. ૧૫ મે પછી અત્યાર સુધીમાં મૃતકોનો કુલ આંકડો હવે ૧૦૧ પર પહોંચી ગયો છે. બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ તેની ઉપનદીઓ સાથે ઉફાન મચાવી રહી છે. ૩૬માંથી ૩૨ જ્લ્લિાઓની મોટા ભાગની જમીન ડૂબમાં છે. જોકે, કેટલીક જગ્યાએ પાણી ઊતરી પણ રહ્યાં છે. ગુરુવારે બીજા ૩૬૫૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂરનાં પાણીમાં ફસાઇને વિખૂટા પડી ગયેલા ૧૪,૫૦૦ લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. આ બચાવકાર્યમાં એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક એજન્સીઓ મચી પડી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.