દિવ્યાંગ છોકરીએ જણાવી સમસ્યા તો મુખ્યપ્રધાને આવી રીતે કરી મદદ, ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

દેશ વિદેશ વિડીયો ગેલેરી

આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમા તેમના અનોખા અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન એક દિવ્યાંગ છોકરીએ આવીને તેમની પાસેથી મદદ માગી હતી.

છોકરીએ રડતા રડતા કહ્યું હતું કે તેને રાજ્ય સરકારની અરુણોદય યોજનાનો લાભ મળી રહ્યો નથી. આને લઇને મુખ્યપ્રધાને અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ તાત્કાલિક તેને મદદનો ચેક આપે. એટલું જ નહીં મુખ્યપ્રધાને તેમનો નંબર પણ તે છોકરીને આપ્યો હતો અને કહ્યું હતું કે જો તેને મદદ ન મળે તો તે તેમને ફોન કરે. છોકરી સાથે વાતચીત કર્યા બાદ બિસ્વા સરમાએ તેને પૂછ્યુ હતુ કે શું તે તેમને ઓળખે છે? એ સમયે છોકરીએ તેમને કહ્યું હતું કે તે તેમનું નામ તો નથી જાણતી, પણ તેણે તેમને ટીવી પર જોયા છે. આ છોકરી અને મુખ્યપ્રધાનની વાતચીતનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. લોકો આસામના મુખ્યપ્રધાનની દરિયાદિલીની દિલ ખોલીને પ્રશંસા કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.